AHMEDABAD : સાબરમતી ઇસ્ટ પોલીસ સ્ટેશનના ASIની પુત્રી ગુમ થવા મામલે વેવાઈ PI સહીત 8 લોકો સામે પોલીસ ફરિયાદ

|

Jul 21, 2021 | 9:40 AM

ASI ગીરીશદાન ગઢવીની પુત્રી ગુમ થયા બાદ તેનો એક ઓડિયો મળી આવ્યો હતો, જેના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતીનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગર દુધરેજ કેનાલનું આવ્યુ હતું, જોકે હજુ પતો મળ્યો નથી.

AHMEDABAD :સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના ASI ગીરીશદાન ગઢવીની પુત્રી ગુમ થવા મામલે તેમના વેવાઈ PI પ્રતાપદાન ગઢવી અને જમાઈ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ASI ગીરીશદાન ગઢવીના વેવાઈ PI પ્રતાપદાન ગઢવી અને જમાઈ અને સાસરિયાઓ તેમની પુત્રીને ત્રાસ આપતા હતા એવું ફરિયાદમાં જણાવી PI સહીત કુલ 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. PI પ્રતાપદાન ગઢવીનો પુત્ર તેની પત્ની સાથે બ્લ્યુ ફિલ્મ પ્રમાણે સેક્સ કરાવતો અને શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ASI ગીરીશદાન ગઢવીની પુત્રી ગુમ થયા બાદ તેનો એક ઓડિયો મળી આવ્યો હતો, જેના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતીનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગર દુધરેજ કેનાલનું આવ્યુ હતું, જોકે હજુ પતો મળ્યો નથી.યુવતીના સસરા PI પ્રતાપદાન ગઢવી અગાઉ કડીમાં લાંચ લેતા પકડાયા હતા.

Next Video