મુખ્ય આરોપી હિમાંશુ વિરુદ્ધ રૂપિયા 11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી..જોકે એક ગુનાની ધરપકડ બાદ આરોપી વધુ એક ગુનાનો ગુનેગાર બન્યો છે.
AHMEDABAD : સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે.સાયબર ક્રાઈમ એટલે કે ઓનલાઈન છેતરપિંડી. આ ગુનાના આરોપીની ધરપકડ કરવા જતા આરોપી અને તેના સાગરીતોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો, જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમના ગુનાના ફરાર આરોપીની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી
શેર બજારમા સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા મુખ્ય આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા રૂદ્રાક્ષ ફાર્મહાઉસમાં શેરબજારનુ કોલસેન્ટર ચલાવતા આરોપી હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસારની ધરપકડ કરાયા બાદ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. સાયબર ક્રાઈમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આરોપી હિમાંશુને છોડાવી લેવા માટે મદદગારી કરવામાં આવી હતી. હિમાંશુ વિરુદ્ધ રૂપિયા 11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.. જોકે એક ગુનાની ધરપકડ બાદ આરોપી વધુ એક ગુનાનો ગુનેગાર બન્યો છે.
આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો
સાયબર ક્રાઈમની ટીમે શેરબજારમાં છેતરપિંડી મામલે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી.. તેમની પુછપરછમાં સામે આવ્યુ કે મુખ્ય આરોપી હિમાંશુ છે અને તે શેરબજારમાં રોકાણ માટેનું બનાવટી કોલસેન્ટર પણ ચલાવે છે. જેથી પોલીસ તેની ધરપકડ માટે પહોંચી ત્યારે હિમાંશુએ પોતાની જાતે કાતર મારી અને તેના 50 જેટલા સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો અને પોલીસની ગાડીને રોકી આરોપીને ભગાડી જવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી વિસનગર તાલુકા પોલીસ મથકે હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર, વિમલ પટેલ, વિસાલ પટેલ, જાવેદ સિંધી , યકિન અને હિમાંશુ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે અને ગાડીમા રહેલા અન્ય 3 લોકો વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે.
મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો
અમદાવાદ સાયબાર ક્રાઇમે આ ગુનાના મુખ્ય આરોપી હિમાંશુની ધરપકડ કરીને છેતરપિંડીના ગુનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે..આરોપી હિમાંશુ શેરબજારમાં કમાવી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવતી ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું પણ જાણવા મળ્યું છે.જેથી હાલમાં પોલીસે તેની પૂછપરછ કરી અન્ય કેટલા ગુના આચર્યા છે અને તેના બેંક અકાઉન્ટ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે.