Ahmedabad: પૈસા ડબલ કરવાની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં કરાવ્યું રોકાણ, સાયબર ક્રાઈમે ગેંગની કરી ધરપકડ

|

Feb 21, 2022 | 6:06 PM

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ગેંગની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા લોકો પાસેથી પડાવનાર આ ગેગનો શિકાર પોલીસ અધિકારી પણ બન્યા છે.

Ahmedabad: પૈસા ડબલ કરવાની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં કરાવ્યું રોકાણ, સાયબર ક્રાઈમે ગેંગની કરી ધરપકડ
ફોટો - આરોપીઓ

Follow us on

Ahmedabad: ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ગેંગની સાયબર ક્રાઈમે (cyber crime) ધરપકડ કરી છે. આરોપીઓ બુલેટ્રોન નામની કંપની ઉભી કરી તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગ મુજબ જુદા જુદા સભ્યો મારફતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી પૈસા પડાવતા હતા. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા લોકો પાસેથી પડાવનાર આ ગેગનો શિકાર પોલીસ અધિકારી પણ બન્યા છે. ત્યારે કઈ રીતે આરોપીઓ લોકોને કરતા ટાર્ગેટ જોઈએ આ અહેવાલમાં.

સાયબર ક્રાઈમની ગિરફતમાં દેખાતા આ આરોપીઓના નામ છે, રાજુ લૂખી, અલ્તાફ વઢવાણીયા, વિજય પટેલ અને જુલ્ફીકાર હાલાણી. આ તમામ આરોપીઓએ ગુજરાત સહિત દેશના 1 હજાર જેટલા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે. અમદાવાદનાં મણીનગરમાં રહેતા અને કાપડનો વેપાર કરતા નરેશભાઈ નાગરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ પહેલા વેપારીને વિશ્વાસમાં લઈને રૂપિયા 1.25 લાખની કિંમતના ટ્રોનકોઈનનું રોકાણ કરાવ્યું હતુ અને બાદમાં અન્ય મિત્રોનાં પણ પૈસાનું રોકાણ કરાવી ડબલ કરવાની લાલચ આપી આરોપીઓએ ઠગાઈ આચરી હતી.

ફરિયાદી નરેશભાઈ નાગરને પરિચિત મિત્રે બુલેટ્રોન નામની કંપનીના ટ્રોઇન કોઈનમાં રોકાણ કરવાથી અને તેમાં સભ્યો બનાવવાથી એકથી 7 દિવસમાં રોકાણ કરેલા ટ્રોનકોઈન ડબલ થઈ જશે તેવી લાલચ આપી છેતર્યા હતા. આરોપીઓની મોડ્સઓપરેન્ડી એવી હતી કે બુલેટ્રોન નામની કંપની ઉભી કરી તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગ મુજબ જુદા જુદા સભ્યો મારફતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી પૈસા પડાવતા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વેપારીને વિશ્વાસમાં લઈને આરોપીઓએ 1.25 લાખ રૂપિયાની કિંમતનાં 46 હજાર 500 ટ્રોનકોઈન મોબાઈલ એપ્લીકેશન મારફતે ખરીદાવ્યા હતા. જે બાદ વેપારીએ પોતાના 5 મિત્રોને આ સ્કીમમાં જોડ્યા હતા. જોકે 15 દિવસ સુધી ફરિયાદીનાં ખાતામાં ટ્રોનકોઈન જમા ન થતા વેપારીએ તપાસ કરતા બુલેટ્રોન નામની કંપની સુરતનાં વિજય પટેલ નામનાં યુવકની હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ વેપારીએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે. જેમાં રાજુ લુખી,અલ્તાફ વઢવાણીયા, ઝુલ્ફીકાર હાલાણી અને વિજય પટેલ ભેગા મળી છેલ્લા આઠ મહિનાથી ઠગાઇની સ્ક્રીમ ચલાવતા હતા.

સાયબર ક્રાઇમે આ મામલે આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલયો છે પરંતુ મહત્વની વાત એ છે કે, આરોપીઓના ચૂંગાલમાં ફસાઈને કડીના એક પોલીસ અધિકારીએ આરોપીની કંપનીમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ જૂનાગઢના સાયબર ક્રાઈમના એક આરોપીએ 2 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. ત્યારે આ ગેંગનો ભોગ 800 થી 1 હજાર લોકો બન્યા હોવાનું અને કુલ રકમ 10 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. જે દિશામાં સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Tata Group ની આ કંપની 1000 નવી ભરતી કરશે, કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થશે

આ પણ વાંચો: ICSI CS Result 2021: કંપની સેક્રેટરી, પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ રિઝલ્ટ 25 ફેબ્રુઆરીએ થશે જાહેર, આ રીતે થશે ચેક

Next Article