Ahmedabad: ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડીના કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીએ ઠગાઈના પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેને બદલે આરોપીને 4 ટકા કમિશન પેટે પૈસા મળ્યા હતા. જો કે આ કેસનો મુખ્ય આરોપી પોલીસ પકડથી હજી દૂર છે.
સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં ઉભો આરોપી રોશન રાજ ઉર્ફે સુનિલ પ્રસાદ મૂળ બિહારનો રહેવાસી છે અને દિલ્હીમાં છૂટક મજૂરી કરે છે પરંતુ પોતાના ગામમાં રહેતા સાયબર ફ્રોડ ગેંગના સંપર્કમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા આપ્યું હતું. જેના બદલે આરોપી રોશનને 4 ટકા લેખે પૈસા મેળવતો હતો. જો ધટનાની વિગતવાર વાત કરીએ તો ઓક્ટોબર મહિના 2021માં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને 39 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધાઇ હતી. જેમાં અગાઉ નીતીશ રાજા ઉર્ફે સુભાષ પ્રસાદની ધરપકડ કરી હતી જેને પણ પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હતું.
સાયબર ક્રાઇમ બ્રાંચે પકડેલ આરોપી રોશન રાજ ઉર્ફે સુનિલ પ્રસાદ પોતાના ચાર બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હતા. ચિટિંગ ના પૈસા જમા થયા બાદ એટીએમથી વિડ્રો કરી આપી 4 ટકા પેટે કમિશન મેળવ્યું હતું. આ કેસમાં ચિટિંગના 39 લાખ રૂપિયા કુલ આઠ જેટલા બેંક એકાઉન્ટ જમા થયા હતા. જે બન્ને આરોપી સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે પરંતુ આ કેસના માસ્ટર માઈન્ડ મુખ્ય આરોપી સન્ની, શંકર અને તેનો મિત્ર રાહુલ છે. જે બિહારના નાલંદા જિલ્લાના ઝોર ગામના વતની છે. સાથે જ પકડાયેલ આરોપીઓ એક જ ગામના છે.
ઓનલાઈન ફ્રોડના મુખ્ય 3 આરોપીઓ હજી સાયબર ક્રાઇમ બ્રાંચની પકડથી દુર છે. આરોપીઓ ફેક વેબસાઈટ બનાવી ઠગાઇ આચરી હતી જેથી સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા વેબસાઈટ ડેવલોપ કરનારાની તપાસ શરૂ કરી છે. ત્યારે પકડાયેલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ