AHMEDABAD : આઇશાના પતિ આરીફને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ

|

Mar 06, 2021 | 7:02 PM

AHMEDABAD : દેશભરમાં ચકચાર જગાવનાર આઈશા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

AHMEDABAD : દેશભરમાં ચકચાર જગાવનાર આઈશા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આઈશાના પતિ આરીફના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો. પોલીસે આરીફના વધુ રિમાન્ડ ન માગતા આરીફને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો છે. અમદાવાદની રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન રિકવર કર્યો છે. આરીફનો ફોન વધુ તપાસ અર્થે FSLમાં મોકલવામાં આવશે.

 

તો બીજી તરફ આઈશાનો આરિફને લખાયેલો એક ભાવુક પત્ર પણ સામે આવ્યો છે. જેમાં આઈશાએ આસીફને લઈને થઈ રહેલી ચર્ચાઓ પર સ્પષ્ટતા કરી. આઈશાએ આરિફને ઉદ્દેશીને લખ્યું કે તારી કરતૂતો છુપાવવા તે મારી ખોટી વાત ફેલાવી. હું તારા સિવાય કોઈની હતી નહીં. અને કોઈની ન થઈ શકું એટલા માટે જ દુનિયાને અલવિદા કરી રહી છું. આઈશાએ પોતે ગર્ભવતી હોવાનો અને પતિ રૂમમાં બંધ કરીને મારઝૂડ કરતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો.

Next Video