Ahmedabad : શિવરંજની હિટ એન્ડ રન કેસમાં કારચાલકનું આત્મસમર્પણ, બપોરે કોર્ટમાં હાજર કરાશે

|

Jun 30, 2021 | 11:08 AM

Ahmedabad : શિવરંજની હિટ એન્ડ રન મામલે (Shivaranjani Hit and run case) કાર ચાલક પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો . કાર ચાલક પર્વ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Ahmedabad : શિવરંજની હિટ એન્ડ રન કેસમાં (Shivaranjani Hit and run case) પુરઝડપે કાર હંકારી ફૂટપાથ પર સુઈ રહેલા શ્રમજીવી કચડી નાખનાર પર્વ શાહની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માતમાં એક મહિલાનું મોત અને 3 લોકોને ગંભીર ઈજા પહોંચાડનાર કાર ચાલક પર્વ શાહ (Parva Shah) પોલીસ મથકમાં આત્મસમર્પણ કર્યું હતું.

ત્યારબાદ પોલીસે કારચાલક પર્વ શાહનું નિવેદન લઇ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ તેને મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી મોડી રાત્રે કારચાલક પર્વ શાહની કાયદેસર ધરપકડ કરવામાં આવી હતી.પર્વ શાહ એક રાત પોલીસની કસ્ટડીમાં વિતાવી છે.

પોલીસ બપોર 4 વાગ્યા પર્વ શાહને કોર્ટમાં રજુ કરશે. આ સાથે જ આ ગુનામાં પોલીસ વધુ ગંભીર કલમ 304નો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરી શકે છે. ત્યારે પોલીસે હાલ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. હાલ પર્વ શાહના 3 મિત્રોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. તમામ લોકોની પૂછપરછ કરી નિવેદન નોંધવામાં આવશે. અત્યાર સુધીમાં સાતેક લોકોના નિવેદન નોંધાઈ ચુક્યા છે.

અકસ્માતના સીસીટીવીમાં પર્વ શાહ કારની પાછળ અન્ય એક બ્લેક કલરની કાર જોવા મળે છે.બન્ને ગાડી રેસ લગાવતા હોય તેવું લાગી રહ્યું હતું. જેથી બ્લેક કલર કાર કોની છે તે પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ અકસ્માત સર્જનાર કારચાલક પર્વ શાહએ પોતાના નિવેદનમાં એવું લખાવ્યું છે કે સિંધુ ભવન પાસે તે તેના 3 મિત્રો સાથે બેઠો હતો. અને ત્યારબાદ ત્યાંથી રાત્રે 12.30 વાગ્યે ઘરે જવા નીકળ્યા ત્યારે બ્લેક કલરની કાર પીછો કરતી હતી.

કરફ્યું સમય થઈ ગયો હોવાથી જે કાર પોલીસની હોવાના કારણે પર્વ શાહે ગાડી ભગાડી હોવાનું કહી રહ્યો છે.બ્લેક કાર ગુરુદ્વારાથી શિવરંજની સુધી પીછો કરતી હતી. અને શિવરંજનીની નજીક નાનો ટર્ન આવતા કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.

મહત્વની વાત એ છેકે આરોપી પર્વ શાહ ગુનો કરી ફરાર થયો અને પોલીસ સ્ટેશન હાજર પણ થયો. જોકે પોલીસ તપાસમાં જોડાયેલી અન્ય એજન્સીઓ જેમકે આરટીઓ એફ.એસ.એલ અને અન્ય ખાનગી એજન્સીની તપાસ બાદ શું રિપોર્ટ સામે આવે છે તે જ મહત્ત્વનું છે. કારણકે તે રિપોર્ટ આધારે પર્વ શાહનું ભાવી નક્કિ થશે કે તે જામીન પર રહેશે કે જેલના સળીયા ગણશે ?

Published On - 10:53 am, Wed, 30 June 21

Next Video