Ahmedabad: રોકાણકાર સાથે લાખોની છેતરપિંડી કરનાર બિલ્ડરની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

રોકાણકારો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી લેનાર બિલ્ડર વધુ એક વખત પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે. બિલ્ડર મીહિર દેસાઈની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. 40 લાખની છેતરપિંડીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad: રોકાણકાર સાથે લાખોની છેતરપિંડી કરનાર બિલ્ડરની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
Ahmedabad
| Edited By: | Updated on: Dec 24, 2021 | 5:10 PM

Ahmedabad: રોકાણકારો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી લેનાર બિલ્ડર વધુ એક વખત પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે. બિલ્ડર મીહિર દેસાઈની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. 40 લાખની છેતરપિંડીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેની ધરપકડ થતાં જ અન્ય ભોગ બનનાર લોકો પણ પોતાની રજૂઆત સાથે પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા આવી રહ્યા છે.

આનંદરનગર પોલીસની કસ્ટડીમાં ઠાઠથી ઉભા રહેલો આ આરોપી બિલ્ડર મિહીર દેસાઈ છે. બિલ્ડ઼ર મિહીર વિરુધ્ધ ચાર્ટડ એકાઉન્ટન્ટ મલ્હાર મહેતાએ ફરિયાદ નોંધાવી હતી. આનંદનગર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં મિહીરે ફ્લેટ બુક કરી ફરિયાદી પાસેથી 40 લાખ મેળવી લીધા હતા. અને બાદમાં દસ્તાવેજ બનાવ્યા વિના તે ફ્લેટ અન્ય એક વ્યક્તિને વેચી છેતરપિંડી કરી હતી. જે ગુનામા આરોપી ફરાર થાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી મલ્હાર મહેતાને માહિતી મળી હતી કે, તેમણે જે ફ્લેટ બુક કરાવ્યો હતો તે ફ્લેટમાં અન્ય કોઈ ભાડે રહે છે. જેની તપાસ કરતા આ મામલો સામે આવ્યો હતો. જોકે મિહીર ના કારનામાં અંહિયાજ નથી અટકી જતા. છેતરપિંડીના એક ગુનામાં ધરપકડ થઈ ત્યાં અન્ય એક અરજાદાર પણ પોતાની રજૂઆત લઈ પોલીસ સમક્ષ પહોચી ગયા છે. જોકે પોલીસ પણ તેમની આ રજૂઆત સાંભળતા નથી અને ફરિયાદ ન નોંધતા હોવાના આક્ષેપ કરે છે.

મિહીરની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું છે કે, બિલ્ડર મિહિર દેસાઈ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની 10 જેટલી ફરિયાદો નોંધાઈ ચુકી છે. જોકે આટલી ધરપકડ બાદ પણ તેના કારનામા પોલીસ મથક સુધી પહોંચી રહ્યા છે. ત્યારે પોલીસ આવા બિલ્ડર આરોપી વિરુધ્ધ કોઈ પગલા લે છે કે કેમ તે જોવુ મહત્વનુ છે.

 

આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ