Ahmedabad: ચાઈનીઝ દોરી કે તુકકલ પર પ્રતિબંધ, પોલીસે અત્યાર સુધીમાં નોંધ્યા બે કેસ, જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

|

Jan 09, 2022 | 2:34 PM

Ahmedabad: હવે અમદાવાદ પોલીસ ચાઈનીઝ દોરી અને તુકકલ શોધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડતા જ હવે પોલીસે ચાઈનીઝ દોરી વેપરનાર કે વેચનાર સામે કેસ કરવાનું શરૂ કરી દીધું છે.

Ahmedabad: ચાઈનીઝ દોરી કે તુકકલ પર પ્રતિબંધ, પોલીસે અત્યાર સુધીમાં નોંધ્યા બે કેસ, જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ
Accused

Follow us on

Ahmedabad: હવે અમદાવાદ પોલીસ ચાઈનીઝ દોરી અને તુકકલ શોધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડતા જ હવે પોલીસે ચાઈનીઝ દોરી વેપરનાર કે વેચનાર સામે કેસ કરવાનું શરૂ કરી દીધું છે. તો ઉત્તરાયણમાં ધાબા પર માસ્ક વગર જોવા મળ્યા તો ખેર નથી. કેમ કે પોલીસ હવે તે બાબતે પણ કાર્યવાહી કરશે.

ખોખરા પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ ચાઈનીઝ દોરીનું ટેલરો વેચવા લઈને ફરી રહ્યો છે. જે આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં વિશાલ પટેલ નામનો શખ્સની ખોખરા પોલીસે ચાઈનીઝ દોરીના ટેલરો સાથે ધરપકડ કરી હતી. આરોપી જથ્થામાં આ ટેલરો લાવ્યો હતો અને તે કોઈ વ્યક્તિને વેચવા જતો હતો. જેને પોલીસે ટેલર વેંચતા પહેલા ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તેમજ આ પહેલા sogએ પણ ચાઈનીઝ દોરીના જથ્થા સાથે કેટલાક શખ્સોની ધરપકડ કરી હતી. જે ઘટનાઓ એ વાતની પણ શાખ પૂરે છે કે ચાઈનીઝ દોરી અને ટુકકલ પર પ્રતિબંધ હોવા છતાં પણ બજારમાં ચાઈનીઝ દોરી એ ટુકકલ મળી રહ્યા છે. જે ક્યાંથી આવે છે તે પણ તપાસ કરવી જરૂરી છે. જેથી નાની માછલીઓ નહિ પણ મોટી માછલી પકડાય.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

શુ છે પતંગ રસિકો માટે પોલીસ કમિશનર ના જાહેરનામા ના નિયમો

  1. ચાઈનીઝ દોરી તથા તુકકલ વેચવા કે, ઉપયોગ માટે પ્રતિબન્ધ
  2. ઝંડા કે લાકડી વડે પતંગ લૂંટવા પર પ્રતિબન્ધ.
  3. ધાબે જોખમી રીતે પતંગ ચગાવી બેદરકારીથી પતંગ ચગાવી, લાઉડ સ્પીકર વગાડી ઘર્ષણ ઉભું કરવું
  4. માહોલ તંગ કરવો નહિ.
  5. મહેમાનો કે લોકોને ભેગા ન કરવા.
  6. કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવુ.

ઉત્તરાયણ દરમિયાન અકસ્માત, મારામારી, ઘર્ષણ જેવા બનાવો સામે આવતા પોલીસ કમિશનરે આ પ્રકારના નિયમો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તમામ લોકોએ પતંગ ચગાવવા કે, દોરીનો ઉપયોગ કરવા સુધીના નિયમો પાળવાના રહેશે. તો આ વખતે કોરોના મહામારી હોવાથી પોલીસ ધાબે જઈને ચેકીંગ પણ કરી શકે છે. જેથી લોકોએ મહેમાન કે, મોટી સંખ્યામાં આસપાસના લોકોને ભેગા નહિ કરવા પોલીસ સૂચના આપી રહી છે. અને તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે તેનું લોકોએ પાલન કરવું પડશે. અને જો નિયમ ભંગ કર્યો તો જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી કરવા પોલીસ ખચકાશે નહિ. ત્યારે લોકો પણ આ બાબતે જાગૃત બને તે જરૂરી છે.

આ પણ વાંચો: Ahmedabad: મહિલા પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના, મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી

Published On - 2:28 pm, Sun, 9 January 22

Next Article