Ahmedabad: આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો

આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.

Ahmedabad: આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
Anand Nagar area murder case solved
| Edited By: | Updated on: Oct 03, 2021 | 4:43 PM

Ahmedabad: આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આડાસંબંધની શંકા રાખી હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે પડોશમાં રહેતા આરોપી સુરેશ વડગાની આનંદનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા હત્યારા પાડોશીનું નામ સુરેશ વડગા છે. આરોપી આનંદ નગરમાં આવેલ કૃષા ફ્લેટમાં રહે છે. આરોપીએ પાડોશમાં રહેતા સંજયભાઈ કેશવભાઈ નવલખાની પેટ અને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘાં ઝીકી મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. હત્યા કરવા પાછળના કારણની જો વાત કરીએ તો આરોપીની પત્નીના મૃતક સાથે આડાસંબંધ હોવાની જાણ આરોપીને થતા સંજયભાઈ નવલખાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

રાત્રીના સમયે મૃતક સંજયભાઈ નવલખા તેમના ઘરે જતા હતા તે સમયે આરોપી સુરેશએ સોસાયટીમાં જાહેરમાં સંજય નવલખાને તીક્ષ્ણ હથિયાર વડે શરીર પર ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરીને બાદમાં તે ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી છૂટક મજૂરીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આજ બાબત ને લઇને મૃતક અને આરોપી વચ્ચે માથાકૂટ પણ થઈ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે બીજીતરફ મૃતક ના પુત્રની પોલીસે પૂછપરછ કરતાં ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપીએ થોડાક સમય પહેલા મૃતક ના પુત્ર અને તેની પત્નીના આડાસંબંધની શંકા કરીને તેની સાથે પણ માથાકૂટ કરી હતી.

હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે કેમ તેને લઈને પણ તપાસ શરું કરી છે.

આ પણ વાંચો: Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ