Ahmedabad: આરોપીની એક કુટેવ તેને જેલના સળીયા સુધી લઈ જતી હોય છે. અને તેવી જ એક કુટેવની મદદથી મણીનગર પોલીસે આરોપીને ઝડપી લીધો. ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી મહિલાઓ સાથે સંબંધ રાખવાની કુટેવ ધરાવતો હતો.
માટે પોલીસે સોશિયલ મિડીયા થકી એક ટ્રેપ ગોઠવી અને એક જ વિસ્તારમાં 3 ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થયેલા આરોપીને અમદાવાદ બોલાવ્યો અને તેને ઝડપી લીધો.
મણીનગર પોલીસની કસ્ટડીમા રહેલા આ આરોપીનુ નામ યોગેશ પઢીયાર છે. જે મુળ પાલનપુરનો વતની છે. પરંતુ અમદાવાદના મણીનગરમાં એક અઢવાડીયામાં 3 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થયો હતો. પોલીસે સીસીટીવી ફુટેઝની તપાસ કરતા આરોપીના એક્ટિવાનો નંબર અને તેના ઘરનુ સરનામુ મળ્યુ હતુ. પરંતુ આરોપી પાસે 18 જેટલા સીમ કાર્ડ હોવાથી તે નંબર બદલતો રહેતો હતો. સાથે જ અમદાવાદની આલગ અલગ હોટલમાં ખોટા નામના આધારે તે છુપાતો હતો. જેથી ગુનાને અંજામ આપ્યા બાદ પણ પોલીસ તેને શોધી શકતી ન હતી.
આરોપી યોગેશ વિશે પોલીસે વધુ તપાસ કરતા હકીકત સામે આવી કે તે ઈન્સ્ટાગ્રામ થકી મહિલાઓના અને તેની પ્રેમિકાના સંપર્કમાં રહે છે. જેથી પોલીસે એક મહિલાના નામે ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યોગેશને શોધવા માટે ટ્રેપ ગોઢવી હતી. જ્યાં યોગેશ મહિલા સાથે વાતચીત કર્યા પછી. તેને મળવા કાંકરિયા મળવા આવ્યો અને પોલીસે તેને ઝડપી લીધો. આરોપી યોગેશની પુછપરછ કરતા સામે આવ્યુ કે, તેણે મણીનગર વિસ્તારમાં જ 3 ગુના આચર્યા છે. જેની તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીની ધરપકડ બાદ હવે તેણે અમદાવાદ સિવાય કોઈ અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે કેમ. સાથે જ આટલા બધા સિમકાર્ડ કોના નામે અને કેવી રીતે મેળવ્યા તે અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આરોપીની તપાસ દરમિયાન શુ નવા ખુલાસા થાય છે. સાથે જ આરોપીની એક કુટેવે તેણે જેલના સળીયા ગણતો કરી દીધો છે.
આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત
આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?