Ahmedabad: સુરઘારા સર્કલ પાસે મહિલાએ ત્રણ જણાને અડફેટમાં લીધા, ભાગવા જતા લોકોએ પોલીસને હવાલે કરી, જુઓ દ્રશ્યો

|

Apr 27, 2021 | 4:41 PM

Ahmedabad: અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે ત્રિપલ અકસ્માત (Tripal Accident)ની ઘટના સામે આવી. એક કારચાલક મહિલાએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય કાર અને બાઈક ચાલકને અડફેટે ચડાવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

Ahmedabad: અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે ત્રિપલ અકસ્માત (Tripal Accident)ની ઘટના સામે આવી. એક કારચાલક મહિલાએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય કાર અને બાઈક ચાલકને અડફેટે ચડાવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. મહિલા કારચાલક એટલી ઝડપથી આવી રહી હતી કે તેણે સ્ટીયરિંગ પરથી બિલકુલ કાબુ ગુમાવી દીધો હતો. આ અકસ્માતમાં મહિલાએ ત્રણ વાહન ચાલકોને હડફેટમાં લીધા હતા.

અકસ્માતમાં બાઇકચાલકને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ મહિલા કારચાલકે નાસવાનો પ્રયાસ કર્યો હતો જો કે સ્થાનિકોએ પોલીસ બોલાવતા મહિલા ભાગી ન શકી અને પોલીસે તેણે ઝડપી પાડી હતી. અકસ્માત કર્યા બાદ માફી માગવાનાં બદલે મહિલાએ પોલીસ સાથે પણ ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કર્યુ હતું. અકસ્માત સર્જનાર મહિલાની કાર ડિવાઈડર પર ચડી જતા રેલીંગને પણ મોટા પ્રમાણમાં નુક્શાન કર્યુ હતું. અકસ્માત સર્જનાર મહિલાએ પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા તેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઇ જવાઈ હતી.

 

Next Video