Ahmedabad : આર્થિક સંકડામણને દૂર કરવા, યુવા દંપતિને સાઉથની ફિલ્મોએ બતાવ્યો રસ્તો, અંતે જવુ પડ્યુ જેલમાં, જુઓ વીડિયો

|

Jun 28, 2021 | 1:06 PM

Ahmedabad : આર્થિક સંકડામણને કારણે દંપતીએ જવેલર્સ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પહેલા જ દુકાનદારની સતર્કતાને કારણે, લૂટ કરવા આવેલ કપલને પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.

Ahmedabad : કોરોનાની મહામારીમાં ઘણા લોકો બેરોજગાર થઇ ગયા છે. કોરોનાને કારણે નાના ધંધાર્થીઓમને સૌથી વધુ ફટકો પડયો છે. જેથી હવે લોકો ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળ્યાં છે. આર્થિક સંકડામણનો ભોગ બનેલા એક દંપતીએ સાઉથની એક ફિલ્મ જોઈને લૂંટ કરવો પ્લાન કર્યો હતો. પરંતુ આ નિષ્ફ્ળ ગયો હતો અને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સાઉથની ફિલ્મ જોઈને નિકોલમાં રહેતા યોગિતા ગોહેલ અને ભરત ગોહિલએ લૂંટનો પ્લાન ઘડયો હતો.

 

કૃષ્ણનગર પોલીસે (Krishnanagar Police) આરોપીની ધરપકડ કરી છે. કૃષ્ણનગર પોલીસે જણાવ્યું હતું કે, પતિ-પત્ની આર્થિક સંકડામણને લઈને સાઉથની ફિલ્મ જોઈને લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. આ બાદ પતિ-પત્નીએ જવેલર્સમાં બપોરના સમયે અવર-જ્વર ઓછી હોવાથી હથિયારો સાથે ઘુસી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ બાદ દુકાનદારોએ આરોપીને પકડી પાડયા હતા.

આરોપીએ જણાવ્યું હતું કે, પત્ની બીમાર હોય આર્થિક સંકડામણનો ભોગ બન્યો હતો. પત્ની બીમાર હોય સારવારમાં ખર્ચ થતો હોય જેથી લૂંટ કરવા નીકળતા હતા. પોલીસે બંને પતિ-પત્નીની ધરપકડ કરીને આ હથિયાર ક્યાંથી લાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, નિકોલ રોડ પર આવેલા ગહના જ્વેલર્સ નામની દુકાનમાં રવિવારે બપોરે સવા એક વાગ્યે મોઢે બાંધીને એક યુવક-યુવતી દુકાનમાં ગયા હતા, બાદમાં યુવકે કાઉન્ટર પર બેઠેલા કારીગરને રિવોલ્વર તાકીને કહ્યું હતું કે પૈસા અને દાગીના આપી દેવાનું કહ્યું હતું. આ બાદ સતર્કતાથી આ લૂંટનો પ્રયાસ નિષ્ફ્ળ ગયો હતો.

Next Video