AHMEDABAD : સોલા સિવિલમાંથી 1 દિવસની બાળકીના અપહરણના 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં

|

Sep 03, 2021 | 9:20 PM

Sola Civil hospital માંથી જે મહિલા બાળકીનું અપહરણ કરીને લઈ જઈ રહી છે, તે સિવિલની બહાર ચાલતી જતી નજરે ચડે છે. જેથી પોલીસે સોશિયલ મિડીયાનો સહારો લીધો છે.

AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલમાથી 1 દિવસની બાળકીના અપહરણને 24 કલાક કરતા વધુ સમય થયો હોવા છતા પોલીસ હજી આરોપી સુધી નથી પહોચી શકી..સોલા સિવિલ હોસ્પિટલની તપાસ કરતા સામે આવ્યુ કે હોસ્પિટલના અંદરના સીસીટીવી બંધ હાલતમાં હતા.આ ઉપરાંત, સોલા સિવિલના પીએનસી વોર્ડની બહાર નો કેમેરો બંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. સાથે જ નોંધનીય છે કે, બોર્ડના ઈન્ચાર્જની હાજરી હોવા છતાં એક નવજાત બાળકીનું અપહરણ થઈ જતા સોલા સિવિલના અધિકારીઓની ગંભીર બેદરકારી છતી થઈ છે.

ઉપરાંત જે મહિલા બાળકીનું અપહરણ કરીને લઈ જઈ રહી છે, તે સિવિલની બહાર ચાલતી જતી નજરે ચડે છે. જેથી પોલીસે સોશિયલ મિડીયાનો સહારો લીધો છે. સોલા પોલીસ મથકના 70 થી 80 પોલીસકર્મીઓ બાળકીને શોધવામાં લાગ્યા છે તો બીજી તરફ ક્રાઈમ બ્રાંચની 3 ટીમો પણ બાળકીને શોધવામાં મહેનત કરી રહી છે.

તો બીજી તરફ ઘટનાને લઈ સોલા સિવિલ હોસ્પિટલની સુરક્ષા પર સવાલ પણ ઉઠી રહ્યા છે.બાળકીને આખરે કોણ લઇ ગયું ? શું હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા નથી? આખરે કેમ વોર્ડની અંદરના ભાગના સીસીટીવી બંધ છે ? બાળકી ગુમ થઇ તેના માટે જવાબદાર કોણ? આ અગાઉ પણ લાખો રૂપિયાના ઓક્સિજન પાઇપની ચોરી થઈ હતી.. અને આ વખતે તો માતા-પિતાની વ્હાલસોયી બાળકી જ ગુમ થઈ ગઈ છે.

આ પણ વાંચો : AHMEDABAD : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે અમદાવાદ મંડળ પર ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા અને ઉદ્ઘાટન કર્યું

Next Video