પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલની મુશ્કેલીમાં વધારો, પરિવારના 9 સભ્યો સામે છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદના પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને તેના પરિવારની મુશ્કેલી વધી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેમના પર આરોપ છેકે થલતેજ ગામની સીમમાં આવેલી કરોડોની જમીન ખેડૂતોના નકલી પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડી છે. એટલું જ નહીં બોગસ પાવરના આધારે ક્રેડિટ સોસાયટી […]

પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલની મુશ્કેલીમાં વધારો, પરિવારના 9 સભ્યો સામે છેતરપિંડીની ફરિયાદ
| Updated on: Oct 18, 2020 | 6:25 PM

અમદાવાદના પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને તેના પરિવારની મુશ્કેલી વધી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેમના પર આરોપ છેકે થલતેજ ગામની સીમમાં આવેલી કરોડોની જમીન ખેડૂતોના નકલી પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડી છે. એટલું જ નહીં બોગસ પાવરના આધારે ક્રેડિટ સોસાયટી બનાવીને ખેડૂતોની જગ્યાએ પોતાના પરિવારના સભ્યોના નામે જમીન કરાવી લીધી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો