170 CCTV ફૂટેજની તપાસ અને 230 લોકોની પૂછપરછ બાદ ઝડપાયા હત્યારા, એક્સ ગર્લફ્રેન્ડ સાથે એવું તો શું કર્યું કે યુવકની થઈ હત્યા

|

Aug 12, 2021 | 3:00 PM

પોલીસની ટીમોએ વિવિધ સ્થળોએ શકમંદોની શોધમાં સતત પ્રયાસો કર્યા હતા. લગભગ 170 સીસીટીવી કેમેરા ચેક કર્યા અને 230 વ્યક્તિઓની પૂછપરછ કરી હતી.

170 CCTV ફૂટેજની તપાસ અને 230 લોકોની પૂછપરછ બાદ ઝડપાયા હત્યારા, એક્સ ગર્લફ્રેન્ડ સાથે એવું તો શું કર્યું કે યુવકની થઈ હત્યા
Accused arrested by Mangolpuri Police.

Follow us on

દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટના મંગોલપુરી પોલીસ સ્ટેશનએ 4 તારીખે હઈ સૈફ નામની વ્યક્તિની હત્યાના સંબંધમાં સગીર સહિત અસદ ઉર્ફે બિલ્લા નામની વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટના રોજ માહિતી મળી હતી કે, મંગોલપુરી પોલીસ સ્ટેશન નજીક પાર્કિંગની સામે વાય-બ્લોક પાર્કમાં એક વ્યક્તિને છરી મારવામાં આવી છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ત્યારે તેમને ખબર પડી કે ઘાયલોને સંબંધીઓ દ્વારા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં સૈફ નામની વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે બે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મૃતક સૈફ પર બિલ્લા અને અન્ય વ્યક્તિએ પાર્કમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસ ટીમને માહિતી મળી કે, કથિત શંકાસ્પદ વ્યક્તિ કાનપુરનો રહેવાસી છે. ત્યારબાદ પોલીસ ટીમને કાનપુર મોકલવામાં આવી હતી જ્યાં બિલ્લાના પિતાએ કહ્યું કે, તે ત્યાં આવ્યો નથી. આ પછી ટીમે આરોપીઓના સંબંધીઓને કાનપુર અને ફતેહપુરમાં વિવિધ સ્થળોએ તપાસ શરુ કરી હતી. અને અંતે પોલીસને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ વિશે જાણવા મળ્યું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

બંને આરોપીઓ ઘાયલ થયા હતા

તપાસ દરમિયાન પોલીસ ટીમને એ પણ જાણવા મળ્યું કે, આ ઘટના બાદ કેટ્સ એમ્બ્યુલન્સનો એક નંબર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમણે જણાવ્યું હતું કે, તેમને આંબેડકર હોસ્પિટલથી દિલ્હીના સફદરજંગ ટ્રોમા સેન્ટર પર ઈજાગ્રસ્તોને રેફરલ કરવા અંગે કંટ્રોલ રૂમ તરફથી ફોન આવ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ થઈ હતી કે, ઘટના સમયે બંને હુમલાખોરો ઘાયલ થયા હતા અને બંને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને સારવાર મળી અને તે પછી ધરપકડ ટાળવા માટે તે યુપી ભાગી ગયા હતા.

પોલીસને ફતેહપુરના આરોપીની સાવકી બહેનો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, બંને આરોપીઓ ઘાયલ થયા છે. જ્યાં તેઓ આર્થિક મદદ લેવા ગયા હતા અને પછી અજાણી જગ્યાએ ચાલ્યા ગયા હતા. આ પછી આરોપીઓએ તેમના એક સંબંધી અઝહર નિવાસી ફતેહપુરને વર્ચ્યુઅલ કોલિંગ એપ્લિકેશન દ્વારા મદદ માટે બોલાવ્યો હતો, જેનો ખુલાસો અઝહરે કર્યો હતો. ટીમે સતત ટેકનિકલ જાણકારી મેળવી અને વર્ચ્યુઅલ કોલિંગ એપ પૂરી પાડતી સોફ્ટવેર કંપનીની મદદ પણ લીધી હતી.

આગ્રા, કાનપુર, ફતેહપુર અને લખનૌ સુધી 600 કિલોમીટર સુધીના પીછો કર્યા પછી આખરે પોલીસ ટીમને બારાબંકી, યુપીમાં સચોટ માહિતી મળી કે, 2 આરોપીઓ દિલ્હી તરફની બસમાં બેસી ગયા છે. બસનો પીછો ફરી શરૂ થયો અને બંનેને પકડવા માટે જુદી જુદી ટીમો તૈનાત કરવામાં આવી હતી.

170 કેમેરાના ફૂટેજ ચેક કરાયા

પોલીસની ટીમોએ વિવિધ સ્થળોએ શકમંદોની શોધમાં સતત પ્રયાસો કર્યા હતા. લગભગ 170 સીસીટીવી કેમેરા ચેક કર્યા અને 230 વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં આરોપીઓને પકડવા માટે પાર્ક, ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, કાનપુર અને ફતેહપુરના બસ સ્ટેન્ડની પણ તપાસ કરવામાં આવી હતી. તે કેટલાક કેમેરાના ફૂટેજમાં પણ જોવા મળ્યા હતા અને છેલ્લે બસ સ્ટેન્ડ કાનપુર ખાતે જોવા મળ્યો હતો.

ટીમ ત્યાં પહોંચી અને આગળની પ્રવૃત્તિઓની તપાસ કરી હતી. બારાબંકી બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજમાં બંને છેલ્લે 9 તારીખે રાત્રે દિલ્હી માટે રવાના થયેલી બસમાં ચડતા જોવા મળ્યા હતા. પોલીસની ટીમે દિલ્હીમાં માહિતી આપી હતી અને ટીમો કાશ્મીરી ગેટ અને આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર તૈનાત કરવામાં આવી હતી, ત્યારબાદ બંને આરોપીઓને 10 તારીખે સવારે 11:30 વાગ્યે આનંદ વિહાર બસ સ્ટેન્ડથી પકડવામાં આવ્યા હતા.

એક્સ ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા બદલ કરાઈ હત્યા

પૂછપરછ દરમિયાન આરોપી અસદ ઉર્ફે બિલ્લાએ જણાવ્યું કે, તેણે 9 સુધી અભ્યાસ કર્યો અને તે પછી તે દિલ્હી આવ્યો અને ડિલિવરી બોયનું કામ શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન તે એક છોકરીના સંપર્કમાં આવ્યો. લોકડાઉન દરમિયાન તે કાનપુર પાછો ફર્યો અને તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું. થોડા સમય પછી તેને ખબર પડી કે સૈફ નામનો એક માણસ તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છે. જે વત પર બિલ્લાએ ગુસ્સે થઈને દિલ્હી પરત આવ્યો, તેણે સૈફને તેની ગર્લફ્રેન્ડને કોઈ ફોન ન કરવાની ચેતવણી આપી અને પાછો ફર્યો હતો.

પરંતુ જ્યારે સૈફ સંમત ન થયો ત્યારે તે ઘટનાના 5 દિવસ પહેલા દિલ્હી પાછો આવ્યો અને ઓનલાઈન શોપિંગ એપ પરથી, બિલાએ એક બટન વાળી છરી ખરીદી અને પછી તેના એક સગીર સાથી સાથે સૌપ્રથમ સૈફને પાર્કમાં બોલાવ્યો અને પછી તેની હત્યા કરી નાખી હતી.

 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર પ્રતિબંધ મૂક્યો છે

આ પણ વાંચો: Parliament Monsoon Session: સંજય રાઉતે રાજ્યસભામાં માર્શલ લો લાગુ કરવાનો આરોપ લગાવ્યો, પૂછ્યું શું આ આપણી સંસદીય લોકશાહી છે?

Next Article