Jamnagar : જોડીયામાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

જોડિયા તાલુકાના મેઘપર ગામમાં એક યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બન્યો હતો. સાત વર્ષની બાળકી પર ગામના જ 32 વર્ષના એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો.

Jamnagar : જોડીયામાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
Jamnagar crime
| Edited By: | Updated on: Aug 22, 2023 | 10:09 PM

Jamnagar : જોડીયાના (Jodiya) એક ગામમાં યુવાને સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે બાળકીએ તેના પિતાને જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જે બાદ બાળકીના પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસને ફરીયાદ મળતા ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Breaking Video : જામનગરના ધ્રોલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત, મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવામાં આવ્યો

જોડિયા તાલુકાના મેઘપર ગામમાં એક યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બન્યો હતો. સાત વર્ષની બાળકી પર ગામના જ 32 વર્ષના એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના એવા સમયે બની જયારે બાળકીના પિતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હતા અને બાળકી એકલી હતી. બાળકીની એકલતાનો લાભ લઇ આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમની હેવાનિયતને કારણે બાળકીને ઈજા પહોંચી હતી.

આ ઘટના બાદ આરોપી બાળકીને મુકી નાસી ગયો હતો. બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ પિતાએ વિગતવાર પૂછતા સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ બાળકીના પિતાએ જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને ફરીયાદ મળતા જ પોલીસે આરોપીને પકડી પાડી તેની સામે કાર્યવાહી કરી છે. 19 ઓગસ્ટના રોજ બનેલા બનાવ બાદ મોડી સાંજે મેધપર ગામથી બાળકીના પિતાએ જોડીયા પોલીસ મથકે પહોચ્યા અને ત્યાં બનાવ અંગેની જાણકારી આપીને ફરીયાદ આપી હતી.

ફરીયાદ મળતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં પોલીસે તેની પાસેથી માહિતી મેળવીને આરોપીની ઓળખ મેળવી અને તેના આધારે આરોપીને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડ્યો હતો. આરોપી અશ્વિન ગોહેલની કડક પુછપરછ કરતા આરોપીએ પાપાચારની કબુલાત કરી લીધી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી જામનગર કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. આરોપીની ગુનાની કબુલાત, પુરાવાઓ અને નિવેદનો પૂરતા પ્રમાણમાં હોવાથી કોર્ટે આરોપીને જેલ ભેગો કરવાનો હુકમ કર્યો છે. ફરીયાદી અને આરોપી બંન્ને એક ગામના છે. તેથી આરોપી બાળકીને ઓળખતો હોય તેના ખેતરે પહોચ્યો હતો અને એકલતાનો લાભ મળતા બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બાળકીની હાલત હાલ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો