Mumbaiની યુવતી સાથે Ahmedabadમાં સામુહિક દુષ્કર્મ, ગુનેગારોમાં મહિલા પણ છે સામેલ

|

Feb 16, 2021 | 7:01 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે જેને લઇને શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો...

Mumbaiની યુવતી સાથે Ahmedabadમાં સામુહિક દુષ્કર્મ, ગુનેગારોમાં મહિલા પણ છે સામેલ

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે જેને લઇને શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા છે. મુંબઇથી (Mumbai) કેટરિંગ કામ માટે બોલાવવામાં આવેલી યુવતી સાથે તેના જ કોન્ટ્રાક્ટરે નશાની હાલતમાં બળાત્કાર ગુજાર્યો છે. કોન્ટ્રાક્ટરની સાથે તેના અન્ય એક મિત્રએ પણ યુવતી પર દુષ્કર્મ આચર્યુ અને તેને મદદ કરનાર એક યુવતીની પણ સંડોવણી બહાર આવી છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસે ગેંગરેપની ફરિયાદ ફરિયાદ નોંધી આગામી તપાસ હાથ ધરી છે

મળતી માહિતી અનુસાર મુંબઇની 19 વર્ષીય યુવતીને કેટરિંગના કામ માટે અમદાવાદ બોલાવવામાં આવી હતી અને વેલેન્ટાઇન ડે ના દિવસે આ યુવતીને કોઇ કામ અર્થે બોલાવવામાં આવી હતી, અને કામ પુરૂ કર્યા બાદ ઓરોપીઓએ યુવતી સાથે દારૂની પાર્ટી કરી અને યુવતીને દારૂના નશામાં ધૂત કરીને સાહીલ શેખ અને તસ્કીલ ઉર્ફે શકિલુદ્દીન કુરેશીએ એક પછી એક આ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આ ગુનામાં એક મહિલાનો પણ હાથ છે. સુરતની વતની અને આરોપી સાથે આવેલી તસ્લીમ ઉર્ફે તાનિયા જાવેદએ આરોપીઓને મદદ કરી હતી. ભોગ બનનાર યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં હકીકત જાહેર કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને બંને આરોપીઓને નજર કેદ કર્યા છે. પોલીસે આરોપીઓ તેમજ ફરિયાદીના મેડિકલ પરિક્ષણ શરૂ કર્યા છે. પુરતા પુરાવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવશે

Next Article