AHMEDABAD: એક ટેટુના કારણે અસલાલીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું હતો બનાવ

|

Jul 03, 2021 | 9:34 PM

A tattoo solves the murder mystery : અસલાલીમાં યુવકની થયેલી હત્યામાં પોલીસ માટે અઘરું કામ એ હતું કે આ મૃતકની ઓળખ કેવી રીતે કરવી. મૃતકના હાથમાં કે.કમેલેશ નામનુ ટેટુ હતું.જેથી પોલીસે આ ટેટુનો ફોટો વોટ્સએપ ગ્રુપમાં ફરતો કર્યો હતો.

AHMEDABAD: એક ટેટુના કારણે અસલાલીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું હતો બનાવ

Follow us on

AHMEDABAD: કહેવાય છે કે ગુનેગાર ગુનો આચર્યા બાદ ગમે તેટલા પુરાવાઓનો નાશ કરે, પણ એક સમયે તો એ પકડાઈ જ જાય છે. અમદાવાદ (Ahmedabad) ના અસલાલી વિસ્તારમાં આવી જ એક ઘટના ઘટી છે. અસલાલીમાં એક વર્ષ પહેલાની અંગત અદાવત રાખી પાડોશી યુવકે તેના મિત્રો સાથે મળીને એક યુવકની હત્યા કરી હતી. આ હત્યાનો ભેદ એક ટેટુને કારણે ઉકેલાયો છે.

મૃતકની ઓળખ કરવી અઘરી હતી 
થોડાક દિવસો પહેલા અસલાલી(Asalali) માં આવેલી ખારીકટ કેનાલમાંથી લોહીથી ભીંજાયેલો એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ આ મૃતકને ગળાના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રૂર હત્યા (murder) કરી હતી. પોલીસને જાણ થતા તરત જ ઘટના સ્થળે પહોચી હતી. જો કે પોલીસ માટે હત્યારાઓને શોધવા કરતા પણ અઘરો કોયડો એ હતો કે આ મૃતકની ઓળખાણ કરવી અને તેના સ્વજનો સુધી પહોચવું.

પોલીસને ટેટુની મદદ મળી!
અસલાલીમાં યુવકની થયેલી હત્યામાં પોલીસ માટે અઘરું કામ એ હતું કે આ મૃતકની ઓળખ કેવી રીતે કરવી. અજાણ્યા યુવકની લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા યુવક કોણ છે તે શોધવા માટે પોલીસે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જાણ કરી લીધી હતી.પરંતુ તેની ઓળખ થઇ શકી નહી.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

મૃતકના હાથમાં કે.કમેલેશ નામનુ ટેટુ (tattoo) હતું.જેથી પોલીસે આ ટેટુનો ફોટો વોટ્સએપ ગ્રુપમાં ફરતો કર્યો હતો અને ગણતરીના દિવસોમાં જ સાવીત્રી નામની મહિલા પોલીસ પાસે પહોચી ગઇ હતી. આ મહિલાએ ટેટુ તેના ભાઇનું હોવાનું કહ્યુ હતું.પોલીસે સાવીત્રીને ડેડબોડી રૂમમાં મૃતદેહ બતાવતા સાવિત્રી તેને ઓળખી ગઇ હતી કે આ તેના ભાઈનો મૃતદેહ છે.

પોલીસ હત્યારાઓની નજીક પહોંચી
મરણનાર યુવકનું નામ કમલેશ ઇશ્વરભાઇ પંચાલ હતું અને તે વટવા કેડીલાબ્રીજ પાસે આવેલી જગદીશ સોસાયટીમાં રહેતો હતો. તેની બહેને પોલીસ સમક્ષ જણાવ્યુ હતું કે કમલેશને પાડોશમાં રહેતા અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે દારૂ પીવા બાબતે બોલાચાલી થઇ હતી.પોલીસે તે દીશામાં તપાસ કરી તો કમલેશનો મૃતદેહ જે દિવસથી મળ્યો છે તે દિવસથી અલ્પેશ પણ પોતાના ઘરે ન ગયો હોવાનું સામે આવ્યુ હતું.

આખરે હત્યારાઓ પોલીસના હાથે ઝડપી ગયા
મૃતક યુવકની બહેનના નિવેદનને આધારે પોલીસની  શંકા પાકી થઇ જતા પોલીસે તરતજ અલ્પેશનો મોબાઇલ ટ્રેસમાં મુક્યો હતો અને અલ્પેશ અને તેના પાંચ મિત્રોને ઝડપી લીધા હતા. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે જુની અલ્પેશ અને તેના મિત્રોએ ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં રિક્ષામાં જતા હતા. ત્યારે કમલેશ તેને રસ્તામાં દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો. અલ્પેશ અને તેના મિત્રોએ જૂની અદાવતની દાજ રાખી કમલેશનું ગળું કાપી હત્યા કરી નાખી હતી.

Published On - 9:10 pm, Sat, 3 July 21

Next Article