દારૂ (Alcohol ) સાથે પકડાયેલા રત્નકલાકારને કનડગત નહીં કરવા 1.45 લાખ પડાવી લીધા બાદ વધુ 20 હજારની લાંચ (Bribe )માગનાર વરાછાનો પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા એસીબીના હાથે ઝડપાયો હતો . વિગત મુજબ , રત્નકલાકાર(Diamond Worker) તરીકે કામ કરવા ઉપરાંત છૂટક દારૂ વેચતાં આધેડ 13 મી માર્ચે રેલવે સ્ટેશન પર દારૂ લેવા ગયો હતો .વિદેશી દારૂની ત્રણ પેટી લઇ રેલ્વે સ્ટેશન બહાર આવેલ રેલ્વે કોલોનીમાં આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આરોપી હેડ કોન્સ્ટેબલરામદેવસિહ દાદુભા તથા વરાછા પોલીસ સ્ટેશનના સ્ટાફએ દારૂ સાથે ફરીયાદીને પકડેલ અને પોલીસ મથકમાં લઇ ગયા હતા. તેમજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના પિતાશ્રીને ફોન કરી બોલાવેલ તેઓને પણ સર્વેલન્સ સ્ટાફની ઓફીસમાં બેસાડી રાખ્યા હતા. અને જે તે વખતે રૂપીયા 2 લાખની લાંચની માંગણી કરી હતી.
પરંતુ રકઝકના અંતે રૂ .1.50,000 આપવાનું નકકી થયું હતું અને ફરીયાદીના પિતા પાસે દારૂ સાથે ઝડપાયેલા રત્નકલાકારને કનડગત નહીં કરવા માટે 1.45 લાખ પડાવી લીધા બાદ વધુ 20 હજારની લાંચ માંગવામાં આવી હતી. જે તે વખતે રૂપિયા 1 લાખ રૂપિયા આરોપી કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળાએ લીધા હતા અને ફરીયાદીના પિતાને જવા દીધા હતા. તે પછી ફરીયાદી ઉપર દારૂનો કેસ કરેલ અને બીજા દિવસે કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર છૂટ્યા હતા.
તે દિવસે સાંજના ફરીયાદીના પિતાના મોબાઇલ નંબર ઉપર આરોપીના રીક્ષા ડ્રાઇવર અશોકભાઇ મારફતે ફોન કરાવી બાકી નીકળતા રૂપીયાની માંગણી કરતા ફરીયાદીએ આરોપીના મળતીયા રીક્ષા ડ્રાઇવર અશોકભાઇને રૂપીયા 45,000 આપ્યા હતા. . ત્યારબાદ પણ કોન્સ્ટેબલ રામદેવસિંહ દાદુભાએ ફરીયાદી પાસે રૂપીયા 5 હજાર તથા આ ગુનામાં નામ નહિ ખોલવા રૂપીયા 15 હજાર મળી કુલ રૂપીયા 20 હજાર ની લાંચની માંગણીકરી હતી .
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય , તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. . જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી , ફરીયાદી પાસેથી રૂ.20 હજારની લાંચની માંગણી કરી હતી . જે રકમ માતાવાડી ચારરસ્તા જાહેર રોડ પર , ચિરંજીવી કોમ્પ્લેક્ષની સામે , વરાછા , સુરત ખાતે લાંચ સ્વીકારતાં કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા ઝડપાયો હતો .
આ કાર્યવાહી એસીબી સુરતના મદદનીશ નિયામક એન . પી . ગોહિલના નિરીક્ષણ હેઠળ વલસાડ , ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી . એમ . વસાવા તથા પોલીસ ઇન્સપેક્ટર એ . આર . સક્સેના તથા સ્ટાફ દ્વારા પાર પડાઇ હતી .
આ પણ વાંચો :