Mukesh Ambaniનાં નિવાસસ્થાને વિસ્ફોટક ભરેલી કાર મળવા મુદ્દે મોટો ખુલાસો , “જૈશ ઉલ હિંદ” નામના સંગઠને જવાબદારી સ્વીકારી

|

Feb 28, 2021 | 9:12 AM

Mukesh Ambaniનાં ઘર બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવવાના મામલામાં જૈશ ઉલ હિંદ નામના સંગઠને જવાબદારી સ્વીકારી છે. આ સંગઠને ટેલિગ્રામ એપ મારફતે આ વાતની જવાબદારી લીધી છે.

Mukesh Ambaniનાં ઘર બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવવાના મામલામાં જૈશ ઉલ હિંદ નામના સંગઠને જવાબદારી સ્વીકારી છે. આ સંગઠને ટેલિગ્રામ એપ મારફતે આ વાતની જવાબદારી લીધી છે. સંગઠને પોતાના મેસેજના અંતમાં અંબાણી માટે લખ્યું કે, તમને ખબર છે તમારે શું કરવાનું છે. બસ તમે પૈસા ટ્રાન્સફર કરી દો, જે તમને પહેલા પણ કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત આ મેસેજ થકી સંગઠને તપાસ એજન્સીઓને ધમકી આપી છે કે, તમે રોકી શકો તો રોકીને બતાવો. તમે કંઇ ના કરી શક્યા, જ્યારે તમારા નાક નીચે દિલ્લીમાં તમને હિટ કર્યા હતા. વધુમાં કહ્યું કે, તમે ઇઝરાયલી ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ સાથે હાથ મિલાવ્યો, પરંતુ કંઇ ન થયું. મહત્વનું છે કે, આ પહેલા ઇઝરાયલી દૂતાવાસ બહાર વિસ્ફોટની જવાબદારી આ જ સંગઠન જૈશ ઉલ હિંદે સ્વીકારી હતી.

 

Next Video