Surat : ત્રીજી લહેરમાં માત્ર 13 દિવસમાં જ કોરોનાના કેસ 150થી 2500 સુધી પહોંચ્યા, આજ બપોર સુધી 980 કેસ નોંધાયા

|

Jan 13, 2022 | 7:08 PM

ઓમીક્રોન વેરિયેન્ટના આગમન સાથે જ કોરોના વાયરસ સુરત શહેરમાં રોજે રોજ નવા રેકોર્ડ કાયમ કરી રહ્યું છે. આજે બપોરે સુરત શહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ 980 કેસ નોંધાયા છે. શહેરના તમામ ઝોન વિસ્તારમાં નોંધાયેલા આ કેસો સાથે હવે સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના એક્ટીવ કેસની સંખ્યા પણ 12 હજારની નજીક પહોંચી ચુકી છે.

Surat : ત્રીજી લહેરમાં માત્ર 13 દિવસમાં જ કોરોનાના કેસ 150થી 2500 સુધી પહોંચ્યા, આજ બપોર સુધી 980 કેસ નોંધાયા
Surat: Corona cases reach 150 to 2500 in just 13 days in third wave, 980 cases reported till this afternoon

Follow us on

સુરત (Surat) શહેરમાં કોરોના (Corona) મહામારીના ત્રીજા તબક્કાની મહામારીને ધ્યાને રાખીને એક તરફ વહીવટી તંત્ર સાબદું થઈ ચુક્યું છે ત્યારે બીજી તરફ રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહેલા કેસો હવે બિહામણું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બીજા તબક્કાની મહામારીમાં 150 કેસથી 2350 કેસ સુધી પહોંચવામાં 46 દિવસનો સમય લાગ્યો હતો.

જ્યારે ત્રીજા તબક્કાની મહામારીમાં જેટ ગતિએ વધી રહેલા સંક્રમણને પગલે 150 કેસથી 2500 સુધી પહોંચવામાં માત્ર 13 દિવસ લાગ્યા છે. અલબત્ત, હજી તો સુરત શહેરમાં કોરોના મહામારીની પીક દરમ્યાન રોજના 5 હજાર સુધી કેસો નોંધાઈ શકે છે.

ઓમીક્રોન વેરિયેન્ટના આગમન સાથે જ કોરોના મહામારીનો સુરત શહેરમાં વિધિવત રીતે ત્રીજા તબક્કાની મહામારીનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રતિદિન કોરોના સંક્રમણના વધી રહેલા ગ્રાફ સાથે જ ગઈકાલે સુરત શહેરમાં અત્યાર સુધીનો સૌથી વધુ 2500 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો કે, બીજા તબક્કાની મહામારી દરમ્યાન 10મી માર્ચ 2021ના રોજ સૌથી વધુ 2350 કેસ નોંધાયા હતા. 10મી માર્ચના રોજ 150 કેસથી 2350 કેસ સુધી પહોંચવામાં 46 દિવસનો સમય લાગ્યો હતો જ્યારે ત્રીજા તબક્કાની મહામારીમાં પહેલી જાન્યુઆરીના રોજ નોંધાયેલા 150 કેસથી 2500 કેસનો આંકડો પાર કરવામાં માત્ર 12 દિવસ લાગ્યા છે.

આમ છતાં હજી આગામી દિવસોમાં આ આંકડો પાંચ હજારની સપાટીને પણ વટાવી જાય તેવી સંભાવના પણ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે, બીજા તબક્કાની મહામારી દરમ્યાન 24મી એપ્રિલે નોંધાયેલા સૌથી વધુ 2321 કેસથી ફરી 150 કેસ સુધી પહોંચવામાં 37 દિવસનો સમયગાળો લાગ્યો હતો. જયારે હાલ ત્રીજા તબક્કાની મહામારીનો પ્રારંભ માત્ર થયો છે અને સંભવતઃ ફેબ્રુઆરી મહિનાના પહેલા પખવાડિયા બાદ જ સુરતમાં કેસ ઘટે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતમાં બપોર સુધી કોરોનાના કેસ 980 પર પહોંચ્યા, સાંજ સુધી નવો રેકોર્ડ નોંધાય તેવી શકયતા

ઓમીક્રોન વેરિયેન્ટના આગમન સાથે જ કોરોના વાયરસ સુરત શહેરમાં રોજે રોજ નવા રેકોર્ડ કાયમ કરી રહ્યું છે. આજે બપોરે સુરત શહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ 980 કેસ નોંધાયા છે. શહેરના તમામ ઝોન વિસ્તારમાં નોંધાયેલા આ કેસો સાથે હવે સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના એક્ટીવ કેસની સંખ્યા પણ 12 હજારની નજીક પહોંચી ચુકી છે.

28 હજાર એક્ટીવ કેસનો રેકોર્ડ પણ તુટશે

સુરત શહેરમાં જે રીતે કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં એક્ટીવ કેસની સંખ્યાનો પણ રેકોર્ડ ધરાશાયી થશે. બીજા તબક્કાની મહામારી દરમ્યાન સુરત શહેરમાં મહત્તમ એક્ટીવ કેસ 28 હજાર નોંધાયા હતા જ્યારે અત્યારે ત્રીજા તબક્કાના પ્રારંભ દરમ્યાન જ હાલ સુરત શહેરમાં 11 હજાર જેટલા એક્ટીવ કેસ નોંધાઈ ચુક્યા છે.

એક્ટીવ કેસના ત્રણ ટકા જ દાખલ થશે

ત્રીજા તબક્કાની મહામારીમાં સંક્રમણનો ગ્રાફ ભલે ગમે તેટલો ઉપર જાય પરંતુ બીજા તબક્કાની મહામારી દરમ્યાન જોવા મળેલા ભયાવહ દ્રશ્યો ભુતકાળ સાબિત થશે તેમાં કોઈ બેમત નથી. હાલની સ્થિતિને જોતા સુરત શહેરમાં કુલ એક્ટીવ કેસના માંડ ત્રણેક ટકા દર્દીઓને જ સારવારની આવશ્યકતા ઉભી થાય તેવી શક્યતા છે. અલબત્ત, બીજા તબક્કાની મહામારી દરમ્યાન સુરત શહેરની સિવિલ અને સ્મીમેર સહિતની ખાનગી હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓનો આંકડો 4400 પર પહોંચ્યો હતો.

ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ બાદ કેસો ઘટશે

દેશના પ્રમુખ શહેરો પૈકી દિલ્હી અને મુંબઈમાં કોરોના સંક્રમણના ત્રીજા તબક્કાની મહામારીની પેટર્નને જોતાં સુરત શહેરમાં આગામી ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહથી કોરોના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નિશ્ચિતપણે જોવા મળશે. જો કે, આ દરમ્યાન સતત વધી રહેલા કેસો નિશ્ચિતપણે વહીવટી તંત્ર અને શહેરીજનો માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે. મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થયા પ્રમાણે આવનારી લગ્નસરા અને તહેવારોને ધ્યાનમાં રાખીને લોકો પણ કોરોનાની ગાઈડલાઈનને અનુસરે તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ : AMC સંચાલિત AMTSનું વર્ષ 2022-23નું 390 કરોડના દેવા સાથેનું ડ્રાફટ બજેટ રજૂ

આ પણ વાંચો : ગુજરાત : હવામાન વિભાગે બે દિવસ માટે ‘કોલ્ડ ડે’ જાહેર કર્યું, લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે

Next Article