Maharashtra Corona Alert: NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત કોરોનાની ઝપેટમાં, આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ પણ થયો સંક્રમિત

|

Jan 04, 2022 | 9:51 AM

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં અનેક મંત્રીઓ અને ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવારનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Maharashtra Corona Alert: NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત કોરોનાની ઝપેટમાં, આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ પણ થયો સંક્રમિત
Rohit pawar ( File photo)

Follow us on

મહારાષ્ટ્રમાં Maharashtra) ફરી એકવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં ઓમિક્રોન સાથે કોરોનાના કુલ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં અનેક મંત્રીઓ અને ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર પણ કોરોના પોઝિટિવ (Rohit Pawar Corona Positive) થઈ ગયા છે. બીજી તરફ યુવા સેનાના નેતા અને આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ (Varun Sardesai) પણ સંક્રમિત થયા છે.

NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિતના કોરોના સંક્રમિત થવાના સમાચાર સોમવારે મોડી રાત્રે મળ્યા હતા. જ્યારે યુવા સેનાના નેતા અને આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા પણ અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરે, મંત્રી યશોમતી ઠાકુર, પ્રવાસ વિકાસ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા. એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે અને તેમના પતિ સદાનંદ સુલે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

12 હજારથી વધુ કોરોના અને 68 ઓમિક્રોન કેસ

સોમવારે મહારાષ્ટ્રમાં 12 હજાર 160 કોરોના કેસ નોંધાયા હતા. આ સિવાય 68 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ પણ મળી આવ્યા હતા. આ સિવાય સોમવારે પણ કોરોનાને કારણે 11 લોકોના મોત થયા હતા. કોરોનાના 12 હજારથી વધુ કેસોમાં એકલા મુંબઈમાં 8 હજાર 82 કેસ નોંધાયા છે. ઓમિક્રોન કેસની વાત કરવામાં આવે તો કુલ 68 કેસમાંથી 40 લોકો મુંબઈમાં જ ઓમિક્રોન પોઝિટિવ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના અડધાથી વધુ કોરોના-ઓમીક્રોન ચેપ એકલા મુંબઈમાંથી બહાર આવી રહ્યા છે. રવિવારે પણ મુંબઈમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંકટની વાત કરવામાં આવે તો મુંબઈમાં 40 કેસની સાથે પુણેમાં પણ 14 કેસ નોંધાયા છે. નાગપુરમાં 4 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. પુણે ગ્રામીણ અને પનવેલમાં ઓમિક્રોનના 3-3 કેસ નોંધાયા છે. કોલ્હાપુર, નવી મુંબઈ, સતારા, રાયગઢમાંથી 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 578 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે. તેમાંથી 259 લોકો ઓમિક્રોન મુક્ત પણ બની ગયા છે.

આ પણ વાંચો : Arvind Kejriwal Corona Positive: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

આ પણ વાંચો : China Artificial Sun: શું ખરેખર ચીને બનાવી નાખ્યો છે નકલી સૂર્ય? જાણો શું છે તેનું તાપમાન અને કેમ છે તે દેશ માટે ખાસ

Next Article