WHO ના વૈજ્ઞાનિકે કર્યો દાવો : કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે સ્વદેશી Nasal Vaccine

|

May 24, 2021 | 12:09 AM

WHO ના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને દવાઓ કર્યો છે કે ભારતની સ્વદેશી Nasal Vaccine બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

WHO ના વૈજ્ઞાનિકે કર્યો દાવો : કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે સ્વદેશી Nasal Vaccine
FILE PHOTO

Follow us on

Nasal Vaccine : દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ સાથે જ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી શકે છે. પણ આ બાબત સામે એક રાહતના સમાચાર એ પણ સામે આવ્યા છે કે ભારતની સ્વદેશી Nasal Vaccine એટલે કે નાકમાં ટીપા નાખીને અપાતી વેક્સિન બાળકોને કોરોનાના સંક્રમણથી બચાવવાની દિશામાં સારા પરિણામો આપી શકે છે. આ દાવો WHO ના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન (Soumya Swaminathan) એ કર્યો છે.

બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે સ્વદેશી Nasal Vaccine : WHO
દેશમાં 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે કોઈ રસી નથી અને ઘણા રાજ્યોમાં તો રસીના અભાવે 18 વર્ષથી વધુ ઉમરના લોકોને પણ રસી આપવામાં આવી રહી નથી. ભારત બાયોટેક 1 જૂન થી બાળકો માટેની રસીનું ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે.

Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?

આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના (WHO) ના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન (Soumya Swaminathan) એ દાવો કર્યો છે કે ભારતની સ્વદેશી Nasal Vaccine બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. નાક દ્વારા આપવામાં આવતી આ વેક્સિન સરળ છે અને ઈન્જેક્શન કરતા વધુ અસરકારક છે. ડો.સ્વામિનાથને કહ્યું કે શાળાના શિક્ષકોએ પણ વધુમાં વધુ રસી લેવાની જરૂર છે.

બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા અને નહીવત : ડો.વી.કે.પૌલ
22 મે શનિવારના રોજ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણથી બાળકો પણ સુરક્ષિત નથી પરંતુ સરકારે માન્યું હતું કે બાળકોમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની અસર ઓછી છે. બાળકોમાં કોરોના સંક્રમણના આંકડા જોઈએ તો ફક્ત ત્રણથી ચાર ટકા બાળકો જ હોસ્પિટલમાં દાખલ છે. નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે કહ્યું કે બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા અને નહીવત હોય છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે 10-12 વર્ષના બાળકો પર વધુ ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો : Black Fungus : સસ્તા સેનીટાઇઝરથી પણ થઇ શકે છે Mucormycosis, સંશોધનમાં સામે આવ્યું આ તારણ

Published On - 7:19 pm, Sun, 23 May 21

Next Article