Good news : ભારતમાં વધુ એક વેક્સિનને મળી મંજૂરી, DCGI સિંગલ-ડોઝ Sputnik Lightના ઇમરજન્સી ઉપયોગ માટે આપી લીલી ઝંડી

|

Feb 07, 2022 | 7:00 AM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે હવે દેશમાં ઇમરજન્સી માટે સિંગલ-ડોઝ સ્પુતનિક લાઇટનો ઉપયોગ કરી શકાશે. ડીસીજીઆઈની આ મંજૂરી બાદ તે દેશની 9મી રસી બની ગઈ છે.

Good news : ભારતમાં વધુ એક વેક્સિનને મળી મંજૂરી, DCGI સિંગલ-ડોઝ Sputnik Lightના ઇમરજન્સી ઉપયોગ માટે આપી લીલી ઝંડી
corona vaccine ( File photo)

Follow us on

દેશમાં કોરોનાના (Corona) વધતા સંક્રમણ વચ્ચે વેક્સિનને (vaccine) સૌથી શક્તિશાળી હથિયાર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી અપાવવા પર ભાર આપી રહી છે. કોરોના સામેની લડાઈમાં હવે ભારતને વધુ એક રસીની તાકાત મળી છે. DCGI એ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુતનિક લાઇટને (Sputnik Light) ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે હવે દેશમાં ઇમરજન્સી માટે સિંગલ-ડોઝ સ્પુતનિક લાઇટનો ઉપયોગ કરી શકાશે. ડીસીજીઆઈની આ મંજૂરી બાદ તે દેશની 9મી રસી બની ગઈ છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતના ડ્રગ કંટ્રોલરે ભારતમાં રશિયાની સ્પુતનિક લાઇટ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પરવાનગી આપી હતી. સ્પુતનિક લાઇટના ટ્રાયલને મંજૂરી આપવા માટે કોરોના પર વિષય નિષ્ણાત સમિતિએ ભલામણ કરી હતી. Sputnik Lite રસી આપ્યા પછી વ્યક્તિમાં કોઈ ખતરનાક આડઅસર જોવા મળી નથી.

Sputnik-V અને Sputnik Lite વચ્ચેનો સૌથી મોટો તફાવત ડોઝ છે.Sputnik-Vની રસી બે વખત લેવી પડે છે જ્યારે Sputnik Lite નો એક ડોઝ પૂરતો હોય છે. જો કે, બંનેની અસર વિશે વાત કરીએ તો, લેન્સેટના અભ્યાસ મુજબ, Sputnik-V રસી કોરોના વાયરસ સામે Sputnik Lite કરતાં વધુ અસરકારક છે. બે ડોઝમાં આપેલ Sputnik-V માં બે અલગ-અલગ વેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Sputnik-V અને Sputnik Lightમાં કંઈ વધુ અસરકારક છે?.

કોરોના સામે Sputnik-Vની અસર લગભગ 91.6 ટકા છે, જ્યારે આ વાયરસ પર Sputnik Liteની અસર 78.6 થી 83.7 ટકાની વચ્ચે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે Sputnik Lite દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 87.6 ટકા ઘટાડે છે. જ્યારે, Sputnik-V ઓમિક્રોન સામે 75 ટકા સુધી અસરકારક છે. ગમાલ્યાના વડાએ કહ્યું કે જો કોઈને છ મહિનામાં Sputnik Lite બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, તો આ નવા વાયરસ સામે તેની સુરક્ષા 100 ટકા વધી જાય છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કોઈને કોઈપણ રસીની માત્રા આપવામાં આવે છે ત્યારે તેની અસરકારકતા 21 ગણી ઓછી થઈ જાય છે, જ્યારે સ્પુટનિક Vમાં તે માત્ર આઠ ગણી ઓછી છે. જો કે, આવી સુરક્ષા હજુ પણ પૂરતી છે.

આ પણ વાંચો : Corona Vaccine: ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોનાની નવી વેક્સિન બનાવવાનો કર્યો દાવો, દરેક વેરિએંટ પર રહેશે અસરકારક

આ પણ વાંચો : Lata Mangeshkar Died: લતા મંગેશકરે પોતાના અવાજથી 5 વખત દેશને કર્યો સપોર્ટ, જાણો તેમના યોગદાન વિશે

Next Article