Door to Door Vaccination : દેશમાં અહીં શરૂ થયું ડોર ટુ ડોર રસીકરણ અભિયાન, એક સાથે 10 લોકોને અપાશે રસી

|

Jun 12, 2021 | 11:27 PM

Door to Door Vaccination : હજી પણ કેટલાય લોકો એવા છે જે એક કે બીજા કારણે રસીકરણ કેન્દ્ર પર જઈને રસી મુકાવતા નથી. આવા લોકો માટે હવે ડોર ટુ ડોર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Door to Door Vaccination : દેશમાં અહીં શરૂ થયું ડોર ટુ ડોર રસીકરણ અભિયાન, એક સાથે 10 લોકોને અપાશે રસી
FILE PHOTO

Follow us on

Door to Door Vaccination : દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજી પણ કેટલાય લોકો એવા છે જે એક કે બીજા કારણે રસીકરણ કેન્દ્ર પર જઈને રસી મુકાવતા નથી. આવા લોકો માટે હવે ડોર ટુ ડોર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં પહેલી વાર રાજસ્થાન સરકાર (Government of Rajasthan) એ ડોર ટુ ડોર રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.

 

રાજસ્થાનમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન
દેશમાં પહેલી વાર રાજસ્થાન સરકાર (Government of Rajasthan) દ્વારા બિકાનેર (Bikaner)શહેરમાં ડોર ટુ ડોર રસીકરણ (Door to Door Vaccination) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ડોર ટુ ડોર રસીકરણ અભિયાન સોમવારથી શરૂ કરવામાં આવશે. હાલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ કામગીરી માટે બે એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઇલ ટીમો તૈયાર કરવામાં આવી છે.

Whatsapp પર રજીસ્ટ્રેશન
બિકાનેરમાં (Bikaner) ડોર ટુ ડોર રસીકરણ અભિયાનની આ કામગીરી હાથ ધરવા માટે રાજ્ય વહીવટીતંત્રે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. આ નંબર પર Whatsapp દ્વારા લોકો પોતાનું નામ અને સરનામું દાખલ કરીને રસી માટે પોતાને નોંધણી કરાવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં ડોર ટુ ડોર રસીકરણ (Door to Door Vaccination) અભિયાન અંતર્ગત રસીકરણની ટીમ 10 લોકો નોંધણી કરાવે ત્યારે જ ઘરે પહોંચશે. આની પાછળનું કારણ છે કે રસીની એક શીશીમાંથી 10 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવે છે. 10 લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે જેથી રસીનો બગાડ ન થાય.

45 થી ઉપરના 75 ટકા લોકોને રસીનું લક્ષ્ય
બિકાનેર કલેકટર નમિતા મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ‘નિષ્ણાતો કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરી રહ્યાં છે. અમારું લક્ષ્ય 45 વર્ષથી વધુ ઉંમરના 75 ટકા લોકોને રસી આપવાનું છે. તેથી, ઘરે રસી (Door to Door Vaccination) આપવાની આ પ્રક્રિયા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

 

આ પણ વાંચો : Surat : દર્દી નારાયણની સેવા સાથે પરિવારની જવાબદારી સંભાળતા સ્મીમેર હોસ્પિટલના બે કોરોના વોરીયર્સ દંપતી

Next Article