School Reopening : ક્યારે શરૂ થશે શાળાઓ? AIIMS ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ આપ્યો જવાબ

|

Jun 27, 2021 | 6:53 PM

School Reopening : છેલ્લા દોઢ વર્ષમાં કોવિડ-19 રોગચાળાને કારણે બાળકોના શિક્ષણમાં મોટાપાયે થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતાં AIIMS ના વડા ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે શાળાઓ ફરીથી (School Reopening) ખોલવી પડશે અને રસીકરણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

School Reopening : ક્યારે શરૂ થશે શાળાઓ?  AIIMS ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ આપ્યો જવાબ
FILE PHOTO

Follow us on

School Reopening : દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. કેટલાક રાજ્યોએ આ દરમિયાન તેમના નિયંત્રણો પણ ઘટાડ્યા છે. કોરોનાની બીજી લહેરમાં કેસો વધ્યા હતા, જો કે હવેઆ કેસો ઘટતા ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ચાલી રહ્યો છે કે દેશમાં શાળાઓ ક્યારે ખુલશે? આ અંગે AIMS ના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા (Dr.Randeep Guleria) એ જવાબ આપ્યો છે.

 

ક્યારે શરૂ થશે શાળાઓ ?
કોરોના વાયરસ મહામારીની શરૂઆતથી દેશભરમાં શાળા-કોલેજો બંધ કરવામાં આવ્યાં છે. કોરોનાની પ્રથમ લહેર ધીમી થતાં કેટલીક શાળા-કોલેજો શરૂ થઈ ગઈ હતી, જો કે બીજી લહેરમાં કોરોનાના કેસો ઘટવા છતાં સ્કુલ અને કોલેજો શરૂ થઇ શકી નથી. બીજી લહેર ધીમી થવાની અને ત્રીજી લહેર વચ્ચે દરેકના મનમાં સવાલ એ છે કે શાળાઓ (School Reopening) ક્યારે ખુલશે?

આ અંગે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ના વડા ડો.રણદીપ ગુલેરિયા (Dr.Randeep Guleria) એ જણાવ્યું હતું કે બાળકોને કોરોના રસી આપ્યા બાદ શાળા ખુલવાનો અને બાળકોને બહાર આવવાનો રસ્તો સાફ થઈ જશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

બાળકો માટેની ત્રણ વેક્સિનનું ટ્રાયલ પ્રગતિમાં
ગુલેરિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેકની રસી કોવેક્સીનના 2 થી 18 વર્ષની વય જૂથનાં બાળકો પર કરવામાં બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલના ડેટા સપ્ટેમ્બરમાં અવવની આશા છે. તેમણે કહ્યું કે ડ્રગ કંટ્રોલર (DCGI) ની મંજૂરી બાદ તે સમયની આસપાસ ભારતમાં બાળકો માટે કોરોના રસી (Vaccine for children) ઉપલબ્ધ થઈ શકે છે.

ડો.ગુલેરિયાએ કહ્યું કે જો આ પહેલા ફાયઝર (pfizer) ની કોરોના વેક્સિનને મંજુરી મળી ગઈ તો બાળકોના રસીકરણ માટે વધુ એક વિકલ્પ મળશે.

ડો.ગુલેરિયા પહેલા કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો.એન.કે.અરોરાએ કહ્યું છે કે ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની બાળકોની વેક્સિન (Vaccine for children) નું ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં આ રસી 12-18 વર્ષની વયના બાળકોને આપવાનું શરૂ થાય તેવી શક્યતા છે.

બાળકોનું રસીકરણ કરવું જરૂરી
છેલ્લા દોઢ વર્ષમાં કોવિડ-19 રોગચાળાને કારણે બાળકોના શિક્ષણમાં મોટાપાયે થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતાં AIIMS ના વડા ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે શાળાઓ ફરીથી (School Reopening) ખોલવી પડશે અને રસીકરણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે રોગચાળાને દૂર કરવાનો એક માત્ર ઉપાય રસીકરણ છે.

સરકારે તાજેતરમાં ચેતવણી આપી હતી કે અત્યાર સુધીમાં કોરોના વાયરસની બાળકો પર ભલે ઓછી અસર થઇ હોય, પણ જો વાયરસ તેની વર્તણૂક અથવા રોગચાળાની ગતિમાં અને વાયરસના વર્તનમાં ફેરફાર થાય તો બાળકો પર અસર વધી શકે છે. તેમણે કહ્યું કે આવી કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સારા સમાચાર : ઝાયડસ કેડીલાની બાળકોની રસીનું ટ્રાયલ લગભગ પૂરું, જાણો ક્યારથી શરૂ થશે બાળકોનું રસીકરણ

Next Article