રાજનાથસિંહ બાદ BJP અધ્યક્ષ જેપી નડ્ડા પણ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરવા કરી અપીલ

|

Jan 10, 2022 | 11:03 PM

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

રાજનાથસિંહ બાદ BJP અધ્યક્ષ જેપી નડ્ડા પણ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરવા કરી અપીલ
BJP National President JP Nadda Corona Positive

Follow us on

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (BJP National President JP Nadda Corona Positive) હવે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ટ્વીટમાં તેણે કહ્યું કે શરૂઆતના લક્ષણો જોતાં જ મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હું હવે સ્વસ્થ અનુભવું છું. ડોક્ટરોની સલાહ પર મેં મારી જાતને ક્વોરન્ટાઈન કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ પોતાની તપાસ કરે.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પહેલા કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ (Union Minister Ajay Bhatt) પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે, ત્યારબાદ તેમણે પોતાને ઘરે આઈસોલેટ કરી લીધા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ કોરોના પોઝિટિવ (Karnataka Chief Minister Basavaraj Bommai) હોવાનું જાણવા મળ્યું છે. તેને કોરોનાના હળવા લક્ષણો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને તેના જ ઘરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે

સાથે સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, જે બાદ તેમણે પોતાને ઘરે આઈસોલેટ કરી લીધા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે તેઓ કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે અને વાયરસના હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,79,723 નવા કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,79,723 નવા કેસ સામે આવતાં 46,569 લોકો સાજા થયા છે અને 146 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 3,57,07,727 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા 7,23,619 છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,83,936 લોકોના મોત થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 3,45,00,172 લોકો સાજા થયા છે. રસીકરણના કુલ આંકડા 1,51,94,05,951 છે

 

આ પણ વાંચો: વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીમાં બાર અને રેસ્ટોરાં બંધ, DDMA એ માત્ર ‘ટેક અવે’ સેવા ચાલુ રાખવાની મંજૂરી આપી

આ પણ વાંચો: મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં કહ્યું, ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે સતર્ક રહો

Next Article