ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 61 કેસ

|

Dec 25, 2021 | 9:18 PM

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 837 થયા છે. તો આજે રાજકોટમાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 61 કેસ
GUJARAT CORONA UPDATE

Follow us on

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. આજે 25 ડિસેમ્બરે રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 61 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 837 થયા છે. તો આજે રાજકોટ જિલ્લામાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 182 થઇ છે, તેમજ મૃત્યુઆંક વધીને 10,113 થયો છે.

રાજ્યમાં આજે અન્ય મહાનગરો અને નગરોમાં નોધાયેલા નવા કેસની વાત કરીએ તો સુરત શહેરમાં 20, આણંદમાં 18, વડોદરા શહેરમાં 14, રાજકોટ શહેરમાં 13, સુરત જિલ્લામાં 9, અને નવસારીમાં 5 કેસ નોધાયા છે, અન્ય શહેર જિલ્લાઓમાં 4 અને તેથી ઓછા કેસ નોંધાયા છે.

ગઈકાલ કરતા બમણા જેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં ગઈકાલે 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે સીધા બમણા જેટલા કેસો નોંધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 694 હતા, જે આજે વધીને 837 થયા છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 34 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 232 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 6 નવા કેસ
રાજ્યમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના 6 નવા કેસ નોંધાયા છે જેની વિગત આ પ્રમાણે છે :

1) રાજકોટ શહેરમાં યુકેથી આવેલી 22 વર્ષીય યુવતી ઓમિક્રોન સંક્રમિત

2)ખેડામાં લંડનથી આવેલા 38 વર્ષના એક પુરુષ, 28 વર્ષની એક મહિલા અને 10 વર્ષની એક બાળકી ઓમિક્રોન સંક્રમિત

3)અમદાવાદમાં 50 વર્ષની એક સ્ત્રી અને 28 વર્ષની એક સ્ત્રી ઓમિક્રોન સંક્રમિત થઇ છે, આ બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

Published On - 8:24 pm, Sat, 25 December 21

Next Article