LIVE: ચંદ્રયાન-2

|

Sep 06, 2019 | 8:55 PM

ચંદ્રયાન-2 રચશે ઈતિહાસ જુઓ ચંદ્રયાન-2 LIVE: ભારત રચશે ચંદ્ર પર ઈતિહાસ 02:21:41 ચંદ્રયાન-2 ; વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક તૂટ્યાં બાદ પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું કે હિંમત રાખો. જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. દેશ તમારી પર ગર્વ કરે છે. જો ફરીથી સંપર્ક શરુ થયો તો આપણને ઘણી બધી માહિતી આપણને મળતી રહેશે. આગામી દિવસોમાં આપણી યાત્રા […]

LIVE: ચંદ્રયાન-2

Follow us on

ચંદ્રયાન-2 રચશે ઈતિહાસ

જુઓ ચંદ્રયાન-2 LIVE: ભારત રચશે ચંદ્ર પર ઈતિહાસ

02:21:41

ચંદ્રયાન-2 ; વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક તૂટ્યાં બાદ પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું કે હિંમત રાખો. જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. દેશ તમારી પર ગર્વ કરે છે. જો ફરીથી સંપર્ક શરુ થયો તો આપણને ઘણી બધી માહિતી આપણને મળતી રહેશે. આગામી દિવસોમાં આપણી યાત્રા ચાલુ રહેશે.

02:13:33

ચંદ્રયાન-2 ; વિક્રમ લેન્ડરમાંથી સિગ્નલ મળવાનું બંધ થઈ ગયું છે, વૈજ્ઞાનિકો દ્વારા મળેલાં ડેટાનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે.

01:47:24

ચંદ્રયાન-2 ; સંભવિત 5 મિનિટમાં લેન્ડ થશે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર

01:35:41

ચંદ્રયાન-2 : ભારતના ચંદ્રયાન-2 મિશન પર આખી દુનિયાની નજર, ઈન્ટરનેશનલ -નેશનલ મીડિયા પહોંચ્યું બેંગ્લુરું પહોંચ્યું છે. ચંદ્રયાન-2નું લેન્ડિંગ શરુ થઈ ગયું છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીથી 30 કિલોમીટર દૂર છે.

01:23:53

PM નરેન્દ્ર મોદી ઈસરો સેન્ટર, બેંગ્લુરું પહોંચ્યા. 

01:09:10

ઈસરોના બેંગ્લુરું સેન્ટરની પરથી લાઈવ તસવીરો 

00:54:42

ચંદ્રયાન-2: ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર રાત્રે  1 વાગ્યાને 38 મિનિટે  વાગ્યે લેન્ડ થવાનું શરુ કરશે અને સંભવિત 1 વાગ્યાને 53 મિનિટ સુધીમાં આ પ્રક્રિયા પૂરી થશે. સૌથી મોટી સમસ્યા છે કે ચાંદની સપાટી જે ઉબડખાબડ છે ત્યાં જગ્યા શોધવી અને ઉતરવું. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં એવા સોફ્ટવેર છે ઉપરથી ચંદ્રની સપાટીને સ્કેન કરશે અને ત્યારબાદ સુરક્ષિત જગ્યા શોધીને ત્યાં પોતાનું ઉતરાણ કરશે. આની સાથે ધૂળના કણો અને  લેન્ડિંગ થયા બાદ પ્રજ્ઞાન રોવરનું બહાર આવવું તે ઈસરો માટે સૌથી મોટી ચેલેન્જ છે.

00:47:53

ચંદ્રયાન-2; વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર સવારે 5થી 6 વાગ્ચા સુધીમાં બહાર આવી શકે છે. જેનું વજન 27 કિલોગ્રામ છે. જે 6 પૈડાવાળું રોબોટિક વાહન છે. સોલાર ઉર્જાથી તે કામ કરે છે. તે લેન્ડરને મેસેજ મોકલી શકે છે અને ત્યારથી પૃથ્વી સાથે કમ્યુનિકેશન કરી શકાય છે. 500 મીટરની યાત્રા ચંદ્રની સપાટી પર ચાલવાની ક્ષમતા પ્રજ્ઞાન રોવર ધરાવે છે. 14 દિવસ પ્રજ્ઞાન રોવર કામ કરશે અને પૃથ્વીની સપાટી પર સંશોધન કરશે.

00:38:17

ચંદ્રયાન-2; વિક્રમ લેન્ડરનું નામ મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પર રાખવામાં આવ્યું છે. જેનું વજન 1471 કિલોગ્રામ છે અને તેમાં 650 વોટ વીજળીની જરુર પડે છે. આ સિવાય તેની એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે સોફ્ટ રીતે લેન્ડિંગ કરી શકાય.

00:32:40

ચંદ્રયાન-2:   રાતે 1.30થી લઈને 2.20 સુધીમાં ચંદ્રની સપાટીને ચૂમી લેશે ચંદ્ર.

ભારત ચંદ્ર પર ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. પણ આ ઈતિહાસ ચંદ્રયાન 2ની સોફ્ટ લેન્ડિંગ પર નિર્ભર રહેશે. સોફ્ટ લેન્ડિંગ એટલે ચંદ્રની સપાટી પર એવું ઉતરાણ કે તેનાથી લેન્ડર વિક્રમ, રોવર પ્રજ્ઞાન અને તેની અંદરના કમ્પ્યુટર્સને ઝટકો ન લાગે અને કોઈ પણ પાર્ટને નુકસાન ન થાય. તેથી જ સૌથી મોટો પડકાર છે સોફ્ટ લેન્ડિંગ.

00:10:31

 ચંદ્રયાન-2 :  લેન્ડર વિક્રમ ચંદ્રની ચારે તરફ પ્રતિ સેકન્ડ 2 કિલોમીટરની ગતિએ પ્રદક્ષિણા કરી રહ્યું છે. તેનો અર્થ થયો કલાકે 7,200 કિમી, આટલી ઝડપે તે ચંદ્ર પર લેન્ડિંગ કરી શકશે નહીં. તેથી જ્યારે આ બધુ કામ વિક્રમમાં મુકવામાં આવેલા ઑન બોર્ડ કમ્પ્યુટર કરશે. તેની સાથે જોડાયેલા સેન્સર સમતળ જમીન એટલે કે જ્યાં ખાડા વધુ નહીં હશે. ત્યારબાદ વિક્રમની લેન્ડિંગ થશે. ઈસરો પહેલી વાર સ્વદેશી ટેક્નોલોજીથી સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે ત્યારે એ એક અગ્નિપરીક્ષા જ હશે.

00:11:39

ચંદ્રયાન-2 :  ભારતનું મહત્ત્વનું અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2 છે અને તે હવે પોતાના અંતિમ પડાવમાં છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવની તરફ ઉતરવાનું લક્ષ્ય ભારત દ્વારા રાખવામાં આવ્યું છે. જો આવું થશે તો ભારત એવો પહેલો દેશ બનશે જેને આ પરાક્રમ કર્યું હશે. ઈસરોના આ મિશન પર દૂનિયાની નજર છે.

00:16:57

ચંદ્રયાન-2:  શનિવારે સવારે 1.30 વાગ્યાથી લઈને 2.30 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. આમ રાત્રે આ લેન્ડિંગ થવાનું છે જેના પર વિશ્વના તમામ દેશ નજર રાખી રહ્યાં છે. આ ઉતરાણ બાદ તેમાંથી પ્રજ્ઞાન રોવર છે તે સવારે 5.30થી લઈને 6.30 સુધીમાં ચંદ્રની સપાટીમાંથી બહાર આવશે.

Published On - 6:37 pm, Fri, 6 September 19

Next Article
Tv9 Gujarati