VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

|

Jul 28, 2021 | 6:34 PM

ભારતીય અવકાશ સંશોધન હેઠળ નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારી તક આવી છે. ભારત સરકારના અવકાશ વિભાગ અંતર્ગત વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ટેક્નિશિયન એપ્રેન્ટિસ સહિતની અનેક પોસ્ટ્સ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી
VSSC Recruitment 2021

Follow us on

VSSC Recruitment 2021: ભારતીય અવકાશ સંશોધન હેઠળ નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારી તક આવી છે. ભારત સરકારના અવકાશ વિભાગ અંતર્ગત વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ટેક્નિશિયન એપ્રેન્ટિસ સહિતની અનેક પોસ્ટ્સ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ખાલી જગ્યા (VSSC Recruitment 2021) અનુસાર, કુલ 158 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ભરતી માટે જાહેર કરાયેલી આ ખાલી જગ્યા અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોને 4 ઓગસ્ટના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન મોડમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો જે પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે. તે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને ચકાસી શકે છે.

કેવી રીતે કરશો અરજી

પ્રથમ vssc.gov.inની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
હોમ પેજ પર ભરતી વિભાગ પર જાઓ.
હવે નોટિફિકેશન નંબર Notification No. VSSC TA2021- Selection of Technician Apprentices લિંક પર ક્લિક કરો.
આમાં APPLY પર જાઓ કરો.
અરજી કરવા માટે સક્રિય ઇમેઇલ આઈડી હોવી જોઈએ.
નોંધણી પછી ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકે છે.
અરજી કર્યા પછી એક પ્રિંટ લો.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

આ જગ્યાઓ પર ભરતી થશે

ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ – 08
કેમિકલ એન્જિનિયરિંગ – 25
સિવિલ એન્જિનિયરિંગ – 08
કમ્પ્યુટર સાયન્સ / એન્જીનિયરિંગ – 15
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ – 10
ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ – 40
ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનોલોજી – 06
મિકેનિકલ એન્જિનિયરિંગ – 46

લાયકાત

વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ટેકનિશિયન ટ્રેની માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 60 ટકા માર્કસ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ. ઓક્ટોબર 2018 પહેલાં ડિપ્લોમા પાસ કરનાર, લાસ્ટ યર ડિપ્લોમા અને પરીક્ષામાં આવ્યા પછી પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ અરજી કરવા માટે પાત્ર નથી.

 

આ પણ વાંચો: સરકારે જણાવ્યું કે દેશની રક્ષામાં અર્ધસૈનિક દળના કેટલા જવાનોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો તમામ આંકડા

આ પણ વાંચો: BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

Next Article