UPSC Success Story: UPSCની તૈયારી દરમિયાન ઘણી વખત થઈ બીમાર, બાદમાં આ રીતે પ્રતિભાએ મેળવ્યો ત્રીજો ક્રમ

|

Aug 29, 2021 | 9:23 PM

નાના શહેરની રહેવાસી પ્રતિભાએ અત્યંત મુશ્કેલ સંજોગોમાં પણ હાર ન માની અને સિવિલ સર્વિસિસની પરીક્ષામાં સફળતા મેળવી.

1 / 5
IAS પ્રતિભા વર્માની વાત જીવનમાં અવરોધોને દૂર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઉત્તરપ્રદેશ રાજ્યના નાના શહેર સુલતાનપુરની રહેવાસી પ્રતિભાએ અત્યંત મુશ્કેલ સંજોગોમાં પણ હાર ન માની અને સિવિલ સર્વિસિસની પરીક્ષામાં સફળતા મેળવી. તે યુપીએસસી પરીક્ષા 2019માં ઓલ ઇન્ડિયામાં 3 નંબપ પર રેન્ક મેળવવામાં સફળ રહી હતી. આ સફળતા પ્રતિભા માટે લાંબી અને મુશ્કેલીઓથી ભરેલી મુસાફરી હતી. કારણ કે તે તૈયારી દરમિયાન ઘણીવાર બીમાર પડતી હતી

2 / 5
પ્રતિભા પહેલા ઈજનેર, પછી આઈઆરએસ અધિકારી અને બાદમાં આઈએએસ બની હતી. તેના માટે સૌથી મોટી અડચણ એ હતી કે તે હિન્દી માધ્યમથી ભણીને આવી હતી પરંતુ તેણે માધ્યમને તેના ગંતવ્યમાં અડચણ ન બનવા દીધું. યુપી બોર્ડમાંથી ધોરણ 10 અને સીબીએસઈ બોર્ડમાંથી 12 પાસ કર્યા પછી તે આઈઆઈટી દિલ્હીથી બી.ટેક પૂર્ણ કરવા માટે દિલ્હી આવી ગઈ હતી.

3 / 5
પ્રતિભાએ 2014માં બી.ટેક પૂર્ણ કર્યું અને તરત જ સારી પેઇડ ટેલિકોમ કંપનીમાં નોકરી મેળવી લીધી. બે વર્ષ ત્યાં કામ કર્યા પછી, તેણે નોકરી છોડીને યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરવાનું નક્કી કર્યું. 2016માં નોકરી છોડ્યા બાદ પ્રતિભાએ દિલ્હીમાં ઘરથી દૂર રહીને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. પ્રતિભા તેના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહી અને બીજા પ્રયાસમાં 489 મો ક્રમ મેળવ્યો અને IRS માટે પસંદગી પામી.

4 / 5
ભલે તે આઈઆરએસ ઓફિસર બની ગઈ હતી, તેમ છતાં તેનું લક્ષ્ય આઈએએસ હતું. તેણીએ તેની તૈયારી ચાલુ રાખી અને 2019માં તેના ત્રીજા પ્રયાસમાં તે UPSC પરીક્ષામાં ત્રીજો ક્રમ મેળવીને IAS અધિકારી બનવામાં સફળ રહી. જોકે, પ્રતિભાને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. તેને 2018માં ડેન્ગ્યુ થયો અને પછી 2019માં તેને ટાઇફોઇડ થયો. આ બધાને કારણે તેના અભ્યાસ અને ઇન્ટરવ્યુ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની રહ્યું હતું.

5 / 5
કોરોના વાયરસને કારણે તેનો ઇન્ટરવ્યૂ 2 મહિના માટે મુલતવી રાખવામાં આવ્યા પછી, તેણે પાવર યોગ અને મેડિટેશન કર્યું અને તેના ખોરાકની ખાસ કાળજી લીધી, ત્યારબાદ તે સારી થઈ ગઈ. પ્રતિભાની માતા ઉષા વર્મા પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે, જ્યારે તેના પિતા સુધાંશ વર્મા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવે છે. પ્રતિભાનો મોટો ભાઈ ખાનગી નોકરી કરે છે અને તેના નાના ભાઈએ બી.ટેક કર્યું છે. તે જ સમયે, તેની બહેન ડોક્ટર છે.

Published On - 9:22 pm, Sun, 29 August 21

Next Photo Gallery