
2018 માં તેણે પરીક્ષા પાસ કરી અને ભારતીય રેલ્વે સેવા મેળવી, પછી 2019 માં તેણે ભારતીય પોલીસ સેવા મેળવી અને અંતે 2020 માં તેણે ત્રીજી વખત પરીક્ષા પાસ કરીને ભારતીય વહીવટી સેવા (IAS) મેળવી. હિમાંશુએ સ્વ અભ્યાસના કારણે સફળતા મેળવી. તૈયારી માટે તેણે ઈન્ટરનેટનો સહારો લીધો અને ડિજિટલી મોક ટેસ્ટ આપ્યા. ઈન્ટરનેટ પર તેને જે પણ અભ્યાસ સામગ્રી મળતી, તે તેની હાર્ડ કોપી કાઢીને અભ્યાસ કરતો.

હિમાંશુ કહે છે કે, તે બાળકોના સારા શિક્ષણ માટે જીવનભર કામ કરતો રહેશે. ગામના હોશિયાર લોકોને સારું માર્ગદર્શન મળતું નથી. સમયના સદુપયોગ વિશે તેમને કહેવાવાળું કોઈ નથી. તે પોતાનું જીવન સેટ રૂટીનમાં જીવે છે.

હિમાંશુ UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને કહે છે કે, તમે શહેર કે ગામમાં રહીને પણ UPSCની તૈયારી કરી શકો છો. આ માટે દિલ્હી આવવું જરૂરી નથી. તમે ઘરે બેસીને ઈન્ટરનેટની મદદથી સારી વ્યૂહરચના બનાવો અને તૈયારી માટે તમારી જાતને મજબૂત બનાવો.