ભોપાલની જાગૃતિ અવસ્થી જેમણે યુપીએસસી પરીક્ષામાં (UPSC Result) ઓલ ઇન્ડિયા બીજો રેન્ક અને મહિલાઓની યાદીમાં દેશભરમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. તે ખૂબ જ ઉત્સાહિત છે. બે વર્ષ માટે નોકરી છોડીને યુપીએસસીની તૈયારી કરનાર મધ્યમ વર્ગના પરિવારની જાગૃતિ. જાગૃતિએ અગાઉ GATE પરીક્ષામાં 51 મો રેન્ક પણ મેળવ્યો છે.
જાગૃતિના પિતા પ્રોફેસર ડો.એસ.સી. અવસ્થી સરકારી મેડિકલ કોલેજ ઓફ હોમિયોપેથીમાં પ્રોફેસર છે. જ્યારે તેની માતા મધુલતા અવસ્થી ગૃહિણી છે. મધુલતા પોતે શિક્ષિકા હતી પણ બાળકોના શિક્ષણ ખાતર તેણે નોકરી છોડી દીધી. સેકન્ડ ટોપર જાગૃતિએ 2017માં મેરિટ સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી GATEમાં 51 મો રેન્ક મેળવીને BHEL ભોપાલમાં નોકરી શરૂ કરી. 2 વર્ષ પછી નોકરી છોડ્યા બાદ જાગૃતિએ UPSCની તૈયારી કરી અને આજે તે ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સફર અંગે જાગૃતિએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી.
જ્યારે જાગૃતિને તેના પરિણામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે ખૂબ જ સારી લાગણી અનુભવી રહી છે. એક વર્ષની સમર્પિત તૈયારી પૂર્ણ કરી. જુલાઈ 2019માં નોકરી છોડી 2020માં પ્રિલિમ માટે ખૂબ મહેનત કરી હતી. તે જ સમયે તેણીએ કહ્યું કે, શરૂઆતના મહિનાઓમાં તે દરરોજ 8 થી 10 કલાક અભ્યાસ કરતી હતી. તે પછી જ્યારે પરીક્ષા નજીક આવી મેં 10 થી 12 કલાક અભ્યાસ કર્યો. પછી 12 થી 14 કલાક સુધી.
જ્યારે નોકરી છોડીને યુપીએસસી તરફ વળવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જાગૃતિએ કહ્યું કે, મેં પહેલી નોકરી કરતી વખતે 2019માં પ્રિલિમ આપી હતી જેમાં હું પાસ ન થઈ. પરંતુ જ્યારે મેં પ્રશ્નો જોયા ત્યારે મને લાગ્યું કે હું તે કરી શકું છું. મેં વિચાર્યું કે મારે નોકરી છોડવી પડશે. મારા ભાઈએ મને ખૂબ પ્રેરણા આપી. પછી મેં તૈયારી શરુ કરી. જાગૃતિએ વધુમાં જણાવ્યું હતું કે, ભોપાલમાં BHELમાં એન્જિનિયરની નોકરી કરી છે. 2017 માં મેં GATEની પરીક્ષા આપી ત્યારબાદ મેં BHELમાં કામ કરવાનું શરૂ કર્યું, GATEમાં પણ મને 51 ક્રમ મળ્યો.
જ્યારે જાગૃતિને પૂછવામાં આવ્યું કે, તે આગળ કયા ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. ત્યારે તેણે કહ્યું કે, હું ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કામ કરવા માંગુ છું. હું જાણું છું કે, ભારતની વિશાળ પ્રતિભા ગ્રામીણ વિસ્તારોમાં છે. હું ઈચ્છું છું કે, તેને બહાર લાવવામાં આવે તેથી મને લાગે છે કે, ભારત ઘણો વિકાસ કરી શકે છે. તે જ સમયે, જાગૃતિએ આ સફળતાનો શ્રેય તેના માતા-પિતા ખાસ કરીને તેના ભાઈ અને શિક્ષકોને આપ્યો.
બીજી બાજુ જાગૃતિની આ સફળતા પર તેની માતા મધુલતા અવસ્થીએ કહ્યું કે, તે ખૂબ જ ખુશ છે અને તેને તેની પુત્રી અંગે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે, દરેક સ્ત્રીએ પોતાના બાળકોને ભણવામાં મદદ કરવી જોઈએ. મધુલતા અવસ્થીએ કહ્યું કે, કોઈએ ક્યારેય વિચારવું ન જોઈએ કે તે દીકરી છે કે દીકરો. જો તેની પાસે ક્ષમતા છે તો તેને આગળ વધવા માટે સંપૂર્ણ ટેકો આપવો જોઈએ.