UPSC Civil Services 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ UPSC CSE મેઈન્સ 2021 પાસ કરનારા ઉમેદવારો માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ શેડ્યૂલ (UPSC Interview Schedule 2021) બહાર પાડ્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021 પાસ કરનાર ઉમેદવારોએ 5 એપ્રિલ 2022થી ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. UPSCએ સત્તાવાર નોટિસ જાહેર કરી હતી, જેમાં ઇન્ટરવ્યુ સંબંધિત તમામ માહિતી આપવામાં આવી છે. નોટિસ જોવા માટે વ્યક્તિએ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવું પડશે. નોટિસ અનુસાર “યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 17 માર્ચ 2022ના રોજ જાહેર કરાયેલ સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા, 2021ના પરિણામોના આધારે કમિશને સિવિલ સર્વિસિસની વ્યક્તિત્વ કસોટી (ઇન્ટરવ્યૂ) લેવાનું નક્કી કર્યું છે.
UPSC સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા 2021ના પરિણામો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા. UPSCએ 17 માર્ચ 2022ના રોજ UPSC CSE મેઈન્સ પરિણામ 2021 જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ હાજરી આપી હતી. પરીક્ષા કોરોના દરમિયાન લેવામાં આવી હતી. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો હવે વ્યક્તિત્વ કસોટી અથવા ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે હાજર રહેશે જે 5 એપ્રિલથી 26 મે દરમિયાન હાથ ધરવામાં આવશે.
UPSCએ કહ્યું છે કે, વ્યક્તિત્વ પરીક્ષણ માટેના ઈ-સમન લેટર્સ ટૂંક સમયમાં UPSCની સત્તાવાર વેબસાઇટ અથવા upsconline.nic.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કમિશન UPSC CSE 2021 ઇન્ટરવ્યૂ માટે બહારના વિદ્યાર્થીઓની મુસાફરી માટેની રકમ પણ ભરપાઈ કરશે. આ ઇન્ટરવ્યુમાં હાજર રહેલા ઉમેદવારોએ તમામ માહિતી સારી રીતે વાંચવી જોઈએ.
આ પણ વાંચો: ECGC PO Recruitment 2022: ESGCમાં POની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી