UPSC CDS 2 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો યોગ્યતા માપદંડ અને પસંદગી પ્રક્રિયા સહિત અન્ય વિગતો

|

Aug 06, 2021 | 2:29 PM

UPSC CDS-2 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા CDS-2ની પરીક્ષા અંગે એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

UPSC CDS 2 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો યોગ્યતા માપદંડ અને પસંદગી પ્રક્રિયા સહિત અન્ય વિગતો
UPSC CDS 2 2021

Follow us on

UPSC CDS-2 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા CDS-2ની પરીક્ષા અંગે એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. UPSC CDS 2 માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ સુધી રાખવામાં આવી છે. જ્યારે યુપીએસસી સીડીએસ 2 માટે અરજી કરનાર ઉમેદવારોની 14 નવેમ્બર 2021 (રવિવાર)ના રોજ ઓનલાઇન પરીક્ષા લેવાશે.

ઉમેદવારો 24 ઓગસ્ટ 2021 સુધી અરજી કરી શકશે. તે જ સમયે UPSCએ 14 નવેમ્બર 2021ના ​​રોજ લેવાનારી CDS (2) પરીક્ષાનું આયોજન કર્યું છે. CDSની પરીક્ષા UPSC દ્વારા ભારતીય મિલિટરી એકેડમી, દહેરાદૂન, ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા, એરફોર્સ એકેડમી, હૈદરાબાદ, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈ અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈમાં પ્રવેશ માટે ખાતે આયોજિત કરવામાં આવી છે. વર્ષ 2021ની પ્રથમ સીડીએસ પરીક્ષા માટે નોટિફિકેશન ઓક્ટોબર 2020માં જારી કરવામાં આવ્યું હતું.

UPSC CDS 2 માટે મહત્વની તારીખો

  • UPSC CDS 2 અરજી શરૂ – 04 ઓગસ્ટ 2021
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 24 ઓગસ્ટ 2021
  • UPSC CDS 2 પરીક્ષા – 14 નવેમ્બર 2021
  • UPSC CDS 2નું પરિણામ – તારીખ જાહેર થઈ નથી
  • UPSC CDS 2 ઇન્ટરવ્યુ – તારીખ જાહેર થઈ નથી

આ પોસ્ટ્સ માટે ભરતી

સંયુક્ત સંરક્ષણ સેવાઓની કુલ 339 પોસ્ટ્સ પર થશે ભરતી

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

સંયુક્ત સંરક્ષણ સેવાઓ

  • ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂન
  • ઇન્ડિયન નેવલ એકેડેમી, ઈઝિમાલા
  • એરફોર્સ એકેડમી, હૈદરાબાદ
  • અધિકારી તાલીમ એકેડમી, ચેન્નઈ (મદ્રાસ)
  • ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈ

લાયકાત

વર્ષ 2020માં યુપીએસસી (Union Public Service Commission) સીડીએસ પરીક્ષા માટે બહાર પાડવામાં આવેલી ભરતી નોટિસ મુજબ, માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA) માટે અરજી કરવા પાત્ર છે. તે જ સમયે ભારતીય નૌકાદળ એકેડમીમાં પ્રવેશ માટે, એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ અને એરફોર્સ એકેડેમી માટે, 10+2 સ્તર પર ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો સાથે એન્જિનિયરિંગમાં સ્નાતક અથવા સ્નાતક હોવું જોઈએ.

વય મર્યાદ

આમાં અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પાત્રતાને લગતી વધુ માહિતી માટે, UPSC CDS (2) નોટિફિકેશન 2021 જુઓ જે કમિશન દ્વારા જારી કરવામાં આવશે.

UPSC CDS 2 2021 પસંદગી પ્રક્રિયા

1. ઉમેદવારે લેખિત પરીક્ષા આપવાની રહેશે.
2. આ સાથે ઉમેદવારની ઇન્ટેલિજન્સ અને પર્સનાલિટી ટેસ્ટ પણ થશે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

 

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ

Next Article