Union Bank of India Recruitment 2021: યુનિયન બેંકમાં મેનેજર સહિતના પદ માટે કરાશે ભરતી, જાણો સમગ્ર વિગત

|

Aug 13, 2021 | 2:32 PM

બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે યુનિયનમાં નોકરી મેળવવા માટેની સારી તક સામે આવી છે.

Union Bank of India Recruitment 2021: યુનિયન બેંકમાં મેનેજર સહિતના પદ માટે કરાશે ભરતી, જાણો સમગ્ર વિગત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Union Bank of India Recruitment 2021: બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે યુનિયનમાં નોકરી મેળવવા માટેની સારી તક સામે આવી છે. યુનિયન બેન્ક હેડક્વાર્ટર મુંબઇએ વિવિધ નિષ્ણાત પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે. જેમાં સિનિયર મેનેજર, મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર માટેની જગ્યાઓ સામેલ છે. ઉમેદવારો યુનિયન બેન્ક ભરતી 2021 માટેની અરજી સત્તાવાર વેબસાઇટ Unionbankofindia.co.in પર જઈને કરી શકાય છે.

અરજી પ્રક્રિયા 12 ઓગસ્ટ 2021થી શરૂ થઈ છે અને ઉમેદવારો 3 સપ્ટેમ્બર 2021 સુધી પોતાની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકશે. સૂચના અનુસાર યુનિયન બેંક ભરતી 2021 હેઠળ કુલ 347 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીઓ MMGS-III, MMGS-II અને MMGS-I ગ્રેડ હેઠળ થશે. પસંદ કરેલા ઉમેદવારોને યુનિયન બેંકની કોઈપણ શાખામાં પોસ્ટ કરી શકાય છે.

Union Bank of India Recruitment 2021 માટે મહત્વની તારીખો:

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ – 12 ઓગસ્ટ 2021
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 03 સપ્ટેમ્બર 2021

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

Union Bank of India Recruitment 2021 માટે ખાલી જગ્યાની વિગતો:

  1. સીનિયર મેનેજર (રિસ્ક) – 60 પદ
  2. મેનેજર (રિસ્ક) – 60 પદ
  3. મેનેજર (સિવિલ એન્જિનિયર) – 07 પદ
  4. મેનેજર (આર્કિટેક્ટ) – 07 પદ
  5. મેનેજર (ઇલેક્ટ્રિકલ એન્જિનિયર) – 02 પદ
  6. મેનેજર મેનેજર (પ્રિન્ટીંગ ટેકનોલોજીસ્ટ) 01 પદ
  7. મેનેજર (ફોરેક્સ) – 50 પદ
  8. મેનેજર (CA) – 14 પદ
  9. આસિસ્ટન્ટ મેનેજર (ટેકનિકલ ઓફિસર) – 26 પદ
  10. આસિસ્ટન્ટ મેનેજર (ફોરેક્સ) – 120 પદ

Union Bank of India Recruitment 2021 માટે લાયકાત:

  1. આસિસ્ટન્ટ મેનેજર- માન્ય સંસ્થામાંથી સ્નાતક અને MBA/PGDBM અથવા એન્જિનિયરિંગ ડિગ્રી.
  2. મેનેજર – સંબંધિત ટ્રેડ/ વિષય અથવા ક્ષેત્રમાં સ્નાતક અથવા પી.જી. ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ પણ હોય.
  3. સીનિયર મેનેજર – CA, CFA, CS અથવા MBA ઓછામાં ઓછા 5 વર્ષના અનુભવ સાથે. ઉંમર

 

Union Bank of India Recruitment 2021 માટે વય મર્યાદા:

  • સીનિયર મેનેજર – 30 થી 40 વર્ષ
  • મેનેજર – 25 થી 35 વર્ષ
  • આસિસ્ટન્ટ મેનેજર – 20 થી 30 વર્ષ

Union Bank of India Recruitment 2021 માટે અરજી ફી:

  • સામાન્ય કેટેગરી, EWS અને OBC – 850 રૂપિયા
  • SC, ST અને દિવ્યાંગ – મફત

 

વધુ વિગતો અને સમગ્ર નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો.

નોંધા: શૈક્ષણિક લાયકાત, પદ, વય મર્યાદા અને અરજી સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને ભરતી નોટિફિકેશન વાંચો. ખોટી રીતે ભરેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

આ પણ વાંચો: New Delhi: દેશમાં આંતરિક મુસાફરી થઈ મોંધી, આજથી રાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટોના દરમાં 12.5% વધારો

Next Article