
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ (POP) ની સંખ્યા વધારવા માટે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી અરજીઓ મંગાવવાની એક નોટિફિકેશન જાહેર કરી છે. યુજીસીના અધ્યક્ષ એમ જગદીશ કુમાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની ભરતી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ઈન્ડસ્ટ્રી અને એક્સપર્ટને લાવવાનો તેનો ઉદ્દેશ્ય છે.
પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ માટે યુજીસી એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે 40 જાહેરાતો બહાર પાડવામાં આવી છે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ pop.ac.in.home પર જઈને ચેક કરી શકે છે.
પ્રેક્ટિસના પ્રોફેસર બનવા માટે ઉમેદવારોને તેમના ક્ષેત્રમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. યુજીસીના જણાવ્યા મુજબ એન્જિનિયરિંગ, સાઈન્સ, મીડિયા, લિટરેચર, સામાજિક વિજ્ઞાન, લલિત કલા, સિવિલ સેવાઓ અને સશસ્ત્ર દળો જેવા ક્ષેત્રોના અનુભવીની આ કેટેગરીમાં લોકોની નિમણૂક કરવામાં આવશે. આ માટે યુજીસી નેટ અથવા પીએચડીની જરૂર નથી. પીઓપી કોન્ટ્રાક્ટ શરૂઆતમાં એક વર્ષ માટે હોઈ શકે છે.
કોઈપણ સંસ્થામાં પીઓપીની સેવાની વધુમાં વધુ ત્રણ વર્ષથી વધુ ન હોઈ શકે. ખાસ પરિસ્થિતિમાં જ તેને 1 વર્ષ માટે લંબાવી શકાય છે. કુલ સેવા અવધિ ચાર વર્ષથી વધુ ન હોવી જોઈએ. મે મહિનામાં યુજીસીએ પ્રોફેસરોની ભરતી માટે ઓનલાઈન પોર્ટલ pop.ac.in.home લોન્ચ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને નિવેદનમાં પ્રોફેશનલ્સ અને એક્સપર્ટને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે લાવવા માટે જરૂરી પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસના સૂચન માટે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માં આ ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ નિર્ણય સ્કિલ બેસ્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે છે.
થોડા વર્ષો પહેલા યુજીસીએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પીએચડી ફરજિયાત કરી દીધું હતું. પરંતુ ત્યારબાદ તેની ખાસ અસર જોવા મળી નથી. તમને જણાવી દઈએ કે જ્યારે એકેડેમિક સ્કોર તૈયાર કરવામાં આવે છે, ત્યારે પીએચડી હોલ્ડરને વધુ માર્ક્સ આપવામાં આવે છે. આ સિવાય બિન પીએચડી ઉમેદવારોને ઓછા માર્ક્સ આપવામાં આવે છે.