SSC GD Constable Recruitment 2021: આજે જાહેર થશે એસએસસી જીડી કોન્સેટબલ ભર્તી માટે નોટિફિકેશન, જાણો કઇ વેબસાઇટ પર ભરી શકાશે આવેદન

|

Mar 25, 2021 | 10:59 AM

SSC GD Constable Recruitment 2021 : સ્ટાફ સિલેક્શન કમીશન આજે એટલે કે 25 માર્ચે કોન્સ્ટેબલ ભર્તી જનરલ ડ્યૂટી માટે નોટિફિકેશન જાહેર કરશે.

SSC GD Constable Recruitment 2021: આજે જાહેર થશે એસએસસી જીડી કોન્સેટબલ ભર્તી માટે નોટિફિકેશન, જાણો કઇ વેબસાઇટ પર ભરી શકાશે આવેદન
SSC GD Recruitment

Follow us on

SSC GD Constable Recruitment 2021 :  સ્ટાફ સિલેક્શન કમિશન આજે એટલે કે 25 માર્ચે કોન્સ્ટેબલ ભર્તી જનરલ ડ્યૂટી માટે નોટિફિકેશન જાહેર કરશે. આપને જણાવી દઇએ કે એસએસસી દર વર્ષે કોન્સ્ટેબલ આર્મ્ડ પોલીસ ફોર્સ, એનઆઈએ, એસએસએફ અને રાઇફલ મેન ઇન અસમ રાઇફલ્સમાં ભર્તી માટે પરીક્ષાનું આયોજન કરે છે. ssc.nic.in પર આવેદન ભરી શકાશે.

કમ્પ્યુટર આધારીત પરીક્ષા 2 ઓગસ્ટ થી 25 ઓગસ્ટ વચ્ચે લેવામાં આવશે. આ ભર્તી માટે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ ફિઝિકલ એફિસિઅંશી ટેસ્ટ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ મેડિકલ ટેસ્ટ સામે છે. જે કોઇ ઉમેદવાર કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં સફળ રહેશે તેેને આગળની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. આ ભર્તી પ્રક્રિયામાં પસંદગી પ્રક્રિયામાં સફળ થનારા ઉમેદવારોને અર્ધસૈનિક બળમાં કોન્સ્ટેબલના પદ પર નિયુક્ત કરવામાં આવશે. આ ભર્તી માટે દસ પાસ ઉમેદવાર આવેદન કરી શકશે. ઓનલાઇન આવેદનની છેલ્લી તારીખ 10 મે 2021 રહેશે.

ઉંમર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

18-23 વર્ષ વચ્ચે હોવી જોઇએ.

કેવો હશે સીબીટ ટેસ્ટ – સીબીટ પરીક્ષામાં વિધાર્થીઓને 10માં ધોરણ સુધીના વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષામાં ઇંગ્લિશ, મૈથમેટિક્સ, સામાન્ય  જ્ઞાન અને તર્કશક્તિ પરીક્ષણના પ્રશ્ન હશે.

સીબીટ પરીક્ષાને સફળતા પૂર્વક પાસ કરવાવાળા ઉમેદવારોને ફિઝિકલ પરીક્ષણ માટે બોલાવવામાં આવશે. બંને ચરણોના પ્રદર્શન અનુસાર ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે.

પરીક્ષા માટે સુરક્ષા બળોમાં થશે ભર્તી

આ ભર્તી પરીક્ષા થકી કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળ (CISF) સીમા સુરક્ષા બળ (SSB) સેન્ટ્રલ રિઝર્વ પુલિસ ફોર્સ (CRPF) ઇન્ડિયન તિબ્બત સીમા પુલિસ , સશસ્ત્ર સીમા બળ (ITBP) સ્પેશલ સુરક્ષા બળ, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA), અસમ રાઇફલ સહિત અન્ય ફોર્સમાં ભર્તી કરવામાં આવશે.

પાછલી કોન્સ્ટેબલ ભર્તીમાં કુલ 54,593 પદ ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આની પહેલા પરીક્ષા માટે કુલ 30 લાખ 44 હજાર ઉમેદવાર હાજર હતા. SSC GD 2018 ભર્તી માટે 8 ફેબ્રુઆરીએ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જો ઉમેદવાર મેડિકલ પરીક્ષાામાં પાસ થયા છે તો તેમને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન પ્રક્રિયા માટે હાજર રહેવું પડશે.

Published On - 10:47 am, Thu, 25 March 21

Next Article