SSB Recruitment 2021:‌ સશસ્ત્ર સીમા બળમાં આ પદ માટે ભરતી જાહેર, જાણો કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી

|

Oct 03, 2021 | 5:10 PM

2021:‌ સશસ્ત્ર સીમા બાળએ તેની સત્તાવાર વેબસાઇટ ssbrectt.gov.in પર નિષ્ણાત અને જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (GDMO) પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

SSB Recruitment 2021:‌ સશસ્ત્ર સીમા બળમાં આ પદ માટે ભરતી જાહેર, જાણો કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

SSB Recruitment 2021:‌ સશસ્ત્ર સીમા બળ (SSB) એ તેની સત્તાવાર વેબસાઇટ ssbrectt.gov.in પર નિષ્ણાત અને જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (GDMO) પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ પર ભરતી માટે લેવાના ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.

આ પ્રક્રિયા દ્વારા કુલ 51 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં સ્પેશિયાલિસ્ટની 7 જગ્યાઓ અને જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસરની 44 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂચના અનુસાર, નિષ્ણાત પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 85,000 પગાર આપવામાં આવશે. જ્યારે, જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસરની પોસ્ટ પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 75,000 રૂપિયાનો પગાર મળશે.

સશસ્ત્ર સીમા બળમાં આ જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં અનુસ્નાતક ડિગ્રી / ડિપ્લોમા હોવો જોઈએ. આ સિવાય, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારો પાસે 1.5 વર્ષ અને ડિપ્લોમા ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં 2.5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેમજ ઉમેદવારની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વિગતવાર માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સૂચના ચકાસી શકે છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

SSB ભરતી 2021 માટે ઇન્ટરવ્યૂ અને પછી મેડિકલ પરીક્ષાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ઇન્ટરવ્યૂ 21 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર 2021 સુધી લેવામાં આવશે. ઉમેદવારે ઇન્ટરવ્યુ દરમિયાન તમામ જરૂરી દસ્તાવેજો પણ સાથે રાખવાના રહેશે. મહેરબાની કરીને નોંધ કરો કે, ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા માટે TA/DA આપવામાં આવશે નહીં. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ તપાસો.

સત્તાવાર નોટિફિકેશન જોવા માટે અહિં ક્લિક કરો.

આ પણ વાંચો: Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ

Next Article