School Reopening: કોવિડ-19 પ્રોટોકોલ સાથે ખુલશે શાળાઓ, જાણો તમારા રાજ્યમાં ઓફલાઈન ક્લાસ ક્યારે થશે શરૂ

|

Jan 31, 2022 | 1:34 PM

School Reopening: દેશભરમાં કોવિડ -19 કેસમાં (Covid-19 Cases Latest update) રાહતને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે.

School Reopening: કોવિડ-19 પ્રોટોકોલ સાથે ખુલશે શાળાઓ, જાણો તમારા રાજ્યમાં ઓફલાઈન ક્લાસ ક્યારે થશે શરૂ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

School Reopening: દેશભરમાં કોવિડ -19 કેસમાં (Covid-19 Cases Latest update) રાહતને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે. જ્યારે ઘણા રાજ્યો હજુ પણ શાળા કોલેજો ખોલવાના પક્ષમાં નથી, તો કેટલાકે ઑફલાઇન વર્ગો (School offline Classes) શરૂ કરવાની જાહેરાત કરી છે. કેટલાક રાજ્યોમાં આજથી એટલે કે 31 જાન્યુઆરી 2022થી શાળાઓ ખોલવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય નિષ્ણાત જૂથને દેશભરમાં શાળાઓ ખોલવા માટેની પદ્ધતિ સૂચવવા અને તેના પર કામ કરવા જણાવ્યું હતું. આરોગ્ય નિષ્ણાતો માને છે કે બાળકો માટે શાળાઓમાં પાછા ફરવાનો સમય આવી ગયો છે. જો કે, તે રાજ્યોએ નક્કી કરવાનું રહેશે કે તેઓ શાળાઓ ખોલવા માટે તૈયાર છે કે નહીં.

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જો કે, કોવિડનો ખતરો હજુ ટળ્યો નથી, તેથી શાળાઓ ફરીથી ખોલવા માટેની કોવિડ-19 માર્ગદર્શિકા હેઠળ જ શાળાઓ ખોલવાનો આદેશ આપવામાં આવશે. અહીં તમે જાણી શકશો કે, કયા રાજ્યોમાં શાળાઓ ખુલી છે અને શાળાઓ ખોલવા અંગે રાજ્યો તરફથી શું અપડેટ છે.

હરિયાણામાં 1 ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે

હરિયાણા સરકારે 1 ફેબ્રુઆરીથી 10મા ધોરણથી ઉપરના તમામ વર્ગો ઑફલાઇન મોડમાં લેવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓ માટે આગામી આદેશો સુધી શાળાઓ બંધ રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યમાં શાળાઓને કોવિડ નિયમોનું પાલન કરીને ચલાવવાનો આદેશ જાહેર કર્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઝારખંડમાં તમામ વર્ગો માટે શાળાઓ ખુલશે

ઝારખંડમાં શાળાઓ 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ ધોરણ 1 થી 12 સુધી ફરી ખુલશે. ઝારખંડના શિક્ષણ મંત્રી જગન્નાથ મહતોએ કહ્યું કે ઓનલાઈન ક્લાસ બિલકુલ સફળ નથી થઈ રહ્યા. સરકારી શાળાના બાળકોને પણ અસર થઈ રહી છે. ઘણા રાજ્યો શાળાઓ ફરીથી ખોલી રહ્યા છે. ઝારખંડમાં પણ રાજ્યમાં શાળાઓ ફરીથી ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજસ્થાનમાં 10માં 12માં સ્કૂલો ખુલશે

રાજસ્થાન સરકારે 1 ફેબ્રુઆરીથી ધોરણ 10 થી 12 સુધીની શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. જ્યારે 10 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 9 સુધી શાળાઓ ખોલવામાં આવશે. રાજસ્થાન સરકારે શુક્રવારે રાજ્યમાં ઘટતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી છે. જો કે, શાળાઓએ ઓનલાઈન શિક્ષણના વિકલ્પ સાથે ચાલુ રાખવું પડશે.

પુણેમાં 1 ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે

પુણેમાં 1 ફેબ્રુઆરીથી શાળા અને કોલેજો ખુલી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar, Dy CM of Maharashtra)એ આ માહિતી આપી છે. મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરીથી શાળાઓ અને કોલેજો ખુલી છે.

ઉત્તરાખંડમાં 10 થી 12 સુધીની શાળાઓ ખુલી છે

ઉત્તરાખંડ સરકારે કહ્યું છે કે, રાજ્યમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે આજથી તમામ સરકારી, બિન-સરકારી અને ખાનગી શાળાઓ ખુલશે, જ્યારે આંગણવાડી કેન્દ્રો, ધોરણ 9 અને નીચેના બાળકોની શાળાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે.

તમિલનાડુમાં શાળાઓ અને કોલેજો ખુલશે

તામિલનાડુ સરકારે 1 ફેબ્રુઆરીથી શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોનાના કેસને જોતા રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાના આદેશ આપ્યા છે.

બિહાર, યુપી સહિત આ રાજ્યોમાં શાળાઓ બંધ રહેશે

ઉત્તર પ્રદેશમાં કોવિડ-19ની ઝડપને જોતા 6 ફેબ્રુઆરી સુધી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, બિહારમાં 6 ફેબ્રુઆરી સુધી તમામ શાળાઓ, કોલેજો, કોચિંગ સેન્ટરો બંધ રહેશે. રાજધાની દિલ્હીમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી રાહત મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે મહાત્મા ગાંધીની હત્યાને ગણાવ્યો વધ, ભાજપે આક્રમકતા સાથે કહ્યું- તેમને મેન્ટલ હોસ્પિટલમાં ભર્તી કરો

આ પણ વાંચો: Maharashtra Cold Wave : મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ પડશે કડકડતી ઠંડી, મુંબઈ હવામાન વિભાગની આવતા અઠવાડિયે વરસાદની આગાહી

Next Article