SBI Recruitment 2022: SBIમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, સ્ટેટ બેંકમાં નોકરી માટે કરો અરજી

|

Feb 21, 2022 | 5:45 PM

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક સામે આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

SBI Recruitment 2022: SBIમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, સ્ટેટ બેંકમાં નોકરી માટે કરો અરજી
Vacancy for the post of Specialist Officer in State Bank of India

Follow us on

SBI Specialist Officer Recruitment 2022: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં (State Bank of India) નોકરી મેળવવાની તક સામે આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ સરકારી નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 05 ફેબ્રુઆરી 2022થી ચાલી રહી છે. જો તમે SBIમાં નોકરી મેળવવા માંગો છો, તો તમે સ્ટેટ બેંક SCO વેકેન્સી 2022 માટે અરજી કરી શકો છો. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2022 છે. SBI SCO 2022 સૂચના અને અરજી ફોર્મ માટેની લિંક્સ નીચે આપેલ છે. તમે તે લિંક પર ક્લિક કરીને સરળતાથી અરજી કરી શકો છો.

આ સરકારી નોકરી માટે સ્ટેટ બેંક (SBI) દ્વારા ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. આ પરીક્ષા 05 માર્ચ 2022 થી કમ્પ્યુટર મોડ પર શરૂ થશે. વાંચો સંપૂર્ણ વિગતો…

પોસ્ટની માહિતી

આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ) – 15 પોસ્ટ્સ

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આસિસ્ટન્ટ મેનેજર (રાઉટિંગ અને સ્વિચિંગ) – 33 પોસ્ટ્સ

કુલ પોસ્ટ્સ – 48 (આ રેગ્યુલર પોસ્ટ્સ છે)

આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ – 2 પોસ્ટ્સ

સિનિયર એક્ઝિક્યુટિવ (ડિજિટલ માર્કેટિંગ) – 1 પોસ્ટ

સિનિયર એક્ઝિક્યુટિવ (પબ્લિક રિલેશન્સ) – 1 પોસ્ટ

કુલ પોસ્ટ્સ – 4 (આ કરાર આધારિત પોસ્ટ્સ છે)

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ્સ અનુસાર, લઘુત્તમ આવશ્યક શૈક્ષણિક લાયકાત અને કામનો અનુભવ અલગ છે. તમે નીચે આપેલ સૂચના લિંક પર ક્લિક કરીને જે પોસ્ટ માટે તમારે અરજી કરવાની છે તેની સંપૂર્ણ વિગતો મેળવી શકો છો.

ઉંમર મર્યાદા – મહત્તમ 40 વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. તમારી ઉંમરની ગણતરી જન્મ તારીખથી 31 ઓગસ્ટ 2021 સુધી કરવામાં આવશે.

કેવી રીતે કરવી અરજી

તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકો છો. અથવા તમે સીધા SBI કરિયર પોર્ટલની મુલાકાત લઈ શકો છો. SBI SCO અરજી ફોર્મની સીધી લિંક આગળ આપવામાં આવી છે. તમે સીધા જ સ્પેશિયાલિસ્ટ ઓફિસરનું ફોર્મ તેના પર ક્લિક કરીને ભરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2022 છે.

આ પણ વાંચો: Tata Group ની આ કંપની 1000 નવી ભરતી કરશે, કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થશે

આ પણ વાંચો: ICSI CS Result 2021: કંપની સેક્રેટરી, પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ રિઝલ્ટ 25 ફેબ્રુઆરીએ થશે જાહેર, આ રીતે થશે ચેક

Next Article