Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

|

Jul 26, 2021 | 2:52 PM

લોકસભા સચિવાલયમાં વિવિધ પદો માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સૂચના મુજબ સિનિયર પ્રોડ્યુસર સહિત અનેક પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે.

Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી
Loksabha Recruitment 2021

Follow us on

Sarkari Naukri 2021: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારી તક આવી છે. લોકસભા સચિવાલયમાં વિવિધ પદો માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સૂચના મુજબ ડિજિટલ હેડ અને સિનિયર પ્રોડ્યુસર સહિત અનેક પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આ (Loksabha Recruitment 2021) ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ લોકસભા સચિવાલયની સત્તાવાર વેબસાઇટ loksabhadocs.nic.in પર જવાનું રહેશે.

લોકસભા સચિવાલયની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જારી કરાયેલા આ જાહેરનામામાં ઉમેદવારોએ સૂચના સંપૂર્ણ રીતે એક વાર વાંચવી અને ત્યારબાદ અરજી કરવી. ફક્ત નિયમ મુજબ કરવામાં આવેલી અરજીનો સ્વીકાર કરવામાં આવશે. આ સિવાય એપ્લિકેશનમાં કોઈ ભૂલ થાય તો તેને નકારી કાઢવામાં આવશે.

આ પોસ્ટ્સ પર થઈ રહિ છે ભરતી

લોકસભા સચિવાલયએ (Lok Sabha Secretariat) ડિજિટલ હેડ, સીનિયર પ્રોડ્યૂસર, એન્કર / પ્રોડ્યૂસર, પ્રોડ્યૂસર, આસિસ્ટન્ટ પ્રોડ્યૂસર, ગ્રાફિક્સ પ્રોમો જીએફએક્સ આર્ટિસ્ટ, ગ્રાફિક્સ જીએફએક્સ આર્ટિસ્ટ, ગ્રાફિક્સ સ્કેચ આર્ટિસ્ટ, ગ્રાફિક્સ પેનલ જીએફએક્સ ઓપરેટર, પ્રોમો એડિટર, સીનિયર વિડિઓ એડિટર, જુનિયર વિડિઓ એડિટર, સંપાદક, સ્વિચર, સિનિયર સોશિયલ મીડિયા કન્ટેન્ટ રાઇટર, કન્ટેન્ટ રાઇટર, સોશિયલ મીડિયા હેન્ડલ મેનેજર અને વેબસાઇટ મેનેજરની પોસ્ટ્સ માટેના પદ પર ભરતી બહાર પાડી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

લાયકાત

ડિજિટલ હેડની પોસ્ટ્સ માટે અરજી કરનાર રુચિ ધરાવતા ઉમેદવારોએ બી.ટેક અથવા એમબીએ પાસ કરેલું હોવું આવશ્યક છે. આ સિવાય તેમની પાસે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

સીનિયર પ્રોડ્યૂસરના પદ માટે, ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશન હોવું આવશ્યક છે. આ સિવાય તેમની પાસે 10 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ સિવાય, અન્ય પોસ્ટ્સની પાત્રતા માટે સત્તાવાર સૂચના તપાસો. સત્તાવાર સૂચના જોવા માટે અહીં ક્લિક કરો.

વય શ્રેણી

આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 35 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય છૂટછાટ અને અન્ય વિગતો માટે કૃપા કરીને પ્રકાશિત સૂચના તપાસો. જાહેરનામા મુજબ પ્રકાશિત સરકારી નોકરીમાં પગાર નિયમો અનુસાર થશે. આ ઉપરાંત ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ એપ્લિકેશન માટેની છેલ્લી તારીખ 28 જુલાઈ 2021 છે. લોકસભા સચિવાલયએ Parliament of Indiaની જગ્યાઓ માટે ભરતી પ્રકાશિત કરી છે રસ ધરાવતા ઉમેદવારોને આ સરકારી રોજગારમાં અરજી કરતા પહેલા બધી માહિતી લેવા વિનંતી કરવામાં આવે છે. અને તે પછી જ તેમની લાયકાત અનુસાર અરજી કરવી જોઈએ.

 

આ પણ વાંચો: NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

આ પણ વાંચો: Raj Kundra Case: કુંદ્રાએ કાનપુર કનેક્શનથી ડિસ્ટ્રીબ્યુટ કરી 90 અશ્લીલ ફિલ્મો, અહીંયા એક્ટિવ હતું રેકેટ
Next Article