ટેરિટોરિયલ આર્મીમાં ઓફિસર બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે આ કામના સમાચાર છે. ટેરિટોરિયલ આર્મીમાં ઓફિસરના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને jointerritorialarmy.gov.in અરજી કરી શકે છે.
આ વેકેન્સી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ આર્ટિકલ દ્વારા ઉમેદવારો વેકેન્સી માટે વય મર્યાદા, અરજી, એપ્લીકેશન ફી, એજ્યુકેશન ક્વોલિફિકેશન સંબંધિત જાણકારી મેળવી શકે છે.
ટેરિટોરિયલ આર્મીની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય સંસ્થામાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવા આવશ્યક છે. વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ jointerritorialarmy.gov.in પર જઈને ચેક કરી શકે છે.
આ વેકેન્સી માટેની પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટમાં 100 માર્કસ હશે જેમાં કુલ 100 સવાલો પૂછવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટમાં રિઝનિંગ મેથેમેટિક્સ, જનરલ નોલેજ અને ઈગ્લિંસ લેગ્વેજના સવાલો હશે. આ એક્ઝામ કોમ્પ્યુટર આધારિત હશે. ઉમેદવારો આ પરીક્ષામાંથી દ્વારા મેળવેલા અંકના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ સિવાય ઉમેદવારોએ એપ્લીકેશન ફી ભરવાની રહેશે. જનરલ, ઓબીસી ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. એસસી, એસટી અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો: રોજગાર મેળો: 51 હજાર લોકોને મળી સરકારી નોકરી, પીએમ મોદીએ આપ્યા નિમણૂક પત્ર