RRB NTPC Exam 2022 dates: RRB NTPC ભરતી CBT-2ની તારીખો જાહેર, જુઓ વિગતો

|

Apr 12, 2022 | 1:52 PM

રેલ્વે ભરતી બોર્ડ (RRB)એ નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ભરતી પરીક્ષાના બીજા તબક્કાની તારીખોની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કાની પરીક્ષા પાસ કરીને બીજા તબક્કાની તૈયારી કર્યા બાદ યુવાનોની આતુરતાનો અંત આવી ગયો છે.

RRB NTPC Exam 2022 dates: RRB NTPC ભરતી CBT-2ની તારીખો જાહેર, જુઓ વિગતો
RRB NTPC Exam 2022

Follow us on

RRB NTPC Exam 2022 dates: રેલ્વે ભરતી બોર્ડ (RRB)એ નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ભરતી પરીક્ષાના બીજા તબક્કાની તારીખોની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કાની પરીક્ષા પાસ કરીને બીજા તબક્કાની તૈયારી કર્યા બાદ યુવાનોની આતુરતાનો અંત આવી ગયો છે. હાલમાં RRB દ્વારા લેવલ 4 અને લેવલ 6 CBT 2 (RRB NTPC CBT-2 Exam Date)ની તારીખો જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો રેલ્વે ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ rrbcdg.gov.in પર જઈને પરીક્ષાની વિગતો ચકાસી શકે છે. RRBની સૂચના મુજબ, લેવલ-4 અને લેવલ-6ની પોસ્ટ માટે બીજા તબક્કાની CBT 9 મે અને 10 મે 2022ના રોજ યોજાશે.

રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Board, RRB) RRBએ ડિસેમ્બર 2020થી જુલાઈ 2021 દરમિયાન NTPC CBT 1 પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની સંખ્યા એટલી વધારે હતી કે, પેપર સાત તબક્કામાં લેવામાં આવ્યું હતું, આ પરીક્ષાનું પરિણામ (RRB NTPC CBT-1 Result) 14થી 15 જાન્યુઆરી 2022 દરમિયાન બહાર પાડવામાં આવ્યું હતું.

સત્તાવાર સૂચના જોવા માટે અહીં ક્લિક કરો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્તર 4 અને 6 તારીખો જાહેર કરી

રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, કોમ્પ્યુટર આધારિત ટેસ્ટનો બીજો તબક્કો મે મહિનાથી જાહેર કરાયેલી તારીખો પર શરૂ થશે. હાલમાં, ભરતીના પગાર ધોરણ 4 અને 6 માટે જ તારીખો જાહેર કરવામાં આવી છે. તે જ સમયે પગાર સ્તર 2, 3 અને 5 માટે CBT 2ની તારીખો બોર્ડ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે.

પરિણામ સામે વિરોધ

પરિણામ જાહેર થયા પછી કેટલાક વિદ્યાર્થીઓએ તોફાન અથવા વિરોધ કરવાનું શરૂ કર્યું, કારણ કે તેઓ પરીક્ષાના પરિણામથી સંતુષ્ટ ન હતા, અને ફરીથી પરીક્ષાની માંગ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના વિરોધ બાદ ભારતીય રેલ્વેએ થોડા સમય માટે ભરતી અટકાવી દીધી હતી અને તપાસ માટે એક ટીમ બનાવી હતી, ત્યારબાદ 30 માર્ચ 2022ના રોજ સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કટઓફ અને સ્કોર કાર્ડ પણ જારી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: IIT JAM 2022: IITના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JAM 2022 ફોર્મ બહાર પાડવામાં આવ્યું, જુઓ સંપૂર્ણ સમયપત્રક

આ પણ વાંચો: KVS Admission 2022: દિલ્હી હાઈકોર્ટે KVSમાં પ્રવેશની વય મર્યાદાને પડકારતી અરજીને ફગાવી દીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article