લગભગ તમામ બોર્ડના ધોરણ 12ના પરિણામ આવી ગયા છે અને ઘણા વિદ્યાર્થીઓ હવે સરકારી નોકરીના વિકલ્પો શોધી રહ્યા છે. ચાલો આપણે આવા તમામ વિદ્યાર્થીઓને જણાવીએ કે, ભારતીય વાયુસેના (IAF)એ ગ્રુપ ‘C’ (Group-C) માટે 85 સિવિલિયન પદો પર ભરતી બહાર પાડી છે. 12 પાસ વિદ્યાર્થીઓ આ જગ્યાઓ પર 23 ઓગસ્ટ 2021 સુધી ભરતી માટે અરજી કરી શકે છે. વિવિધ એરફોર્સ સ્ટેશનો અને એકમોમાં આ નોકરીઓની વિગતો માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર જાહેરાત વાંચવી પડશે.
કુલ પોસ્ટ
ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ્સ: 85 પોસ્ટ્સ
વય મર્યાદા
18થી 25 વર્ષ
શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ, અંગ્રેજી ટાઇપિંગ ઝડપ 35 શબ્દો પ્રતિ મિનિટ અને હિન્દી ટાઇપિંગ ઝડપ 30 શબ્દો પ્રતિ મિનિટ.
હિન્દી ટાઇપિસ્ટ:
12 મા ધોરણમાં પાસ હોવું જરૂરી છે. કમ્પ્યુટર પર હિન્દી ટાઇપિંગની ઝડપ પ્રતિ મિનિટ 30 શબ્દો છે.
સ્ટોર કીપર:
12 પાસ હોવું જરૂરી
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ અને પ્રેક્ટિકલના આધારે કરવામાં આવશે.