Railway Jobs: રેલ્વેમાં એક્ટ એપ્રેન્ટિસના 1800 પદ પર થશે ભરતી, ધોરણ 10 અને ITI પાસ કરી શકે અરજી

|

Nov 14, 2021 | 4:35 PM

રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા ધોરણ 10 અને ITI કોર્સ પાસ કરેલ યુવાનો માટે ભરતી હાથ ધરવામાં આવી છે.

Railway Jobs: રેલ્વેમાં એક્ટ એપ્રેન્ટિસના 1800 પદ પર થશે ભરતી, ધોરણ 10 અને ITI પાસ કરી શકે અરજી
Railway Jobs

Follow us on

Railway Act Apprentice Vacancy 2021: રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા ધોરણ 10 અને ITI કોર્સ પાસ કરેલ યુવાનો માટે ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં કરવામાં આવશે. RRC એ સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં એક્ટ એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. લગભગ 1800 પોસ્ટ પર નોકરી આપવામાં આવશે. આ રેલ્વે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે.

પોસ્ટનું નામ – એક્ટ એપ્રેન્ટિસ
કુલ પોસ્ટની સંખ્યા – 1785

રેલવે એક્ટ એપ્રેન્ટિસ માટે આવશ્યક લાયકાત

માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ. ઉપરાંત, ખાલી જગ્યા સંબંધિત ટ્રેડમાં ITI કોર્સ કર્યો છે. ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ. આરક્ષિત વર્ગોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેવી રીતે કરવી અરજી

તમે RRC SERની વેબસાઈટ rrcser.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. અરજીની પ્રક્રિયા 15 નવેમ્બર 2021 થી 14 ડિસેમ્બર 2021 સુધી શરૂ થશે. જનરલ અને ઓબીસી માટે અરજી ફી 100 છે. SC, ST, દિવ્યાંગ અને મહિલાઓ માટે અરજી મફત છે.

પસંદગી પ્રક્રિયા

દક્ષિણ પૂર્વ રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી મેરિટના આધારે કરવામાં આવશે. પરીક્ષા યોજાશે નહીં. પસંદગી માત્ર 10 અને ITIના માર્કસના આધારે કરવામાં આવશે.

 

દેશ સેવા માટે મળી રહી છે ઉત્તમ તક

ભારતીય સેના(Indian Army) માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ માટે(Indian Army Recruitment 2021) ભારતીય સેનાએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ (AFMS) હેઠળ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (SSC Officer ) ની ભરતી માટે અરજીઓ માંગી છે.

દેશ સેવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ (Indian Army Recruitment 2021) માટે અરજી કરવા માંગે છે, તેઓ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: ARS Mains Exam Admit Card 2021: મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: Oil India Vacancy 2021: જો તમે એન્જિનિયરિંગ કર્યું છે તો ઓઈલ ઈન્ડિયામાં મેળવો નોકરી, 1.45 લાખ સુધીનો મળશે પગાર

Next Article