PGCIL Recruitment 2021 : ફિલ્ડ એન્જીનિયર પદ પર ભરતી, 27 ઑગષ્ટ સુધી કરી શકશો એપ્લાય

|

Aug 19, 2021 | 1:44 PM

ફિલ્ડ એન્જિનિયરના પદ પર ભરતી માટે બહાર પાડવામાં આવેલી વેકેંસી અંતર્ગત આવેદન પ્રક્રિયા 13 ઑગષ્ટ 2021ના રોજ શરુ થઇ ગઇ છે. અરજી કરવાની અને ફી જમા કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2021 છે.

PGCIL Recruitment 2021 : ફિલ્ડ એન્જીનિયર પદ પર ભરતી, 27 ઑગષ્ટ સુધી કરી શકશો એપ્લાય
સાંકેતિક તસ્વીર

Follow us on

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ફિલ્ડ એન્જિનિયર (Field Engineer) પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ વેકેંસી અંતર્ગત કુલ 137 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. આ (PGCIL Recruitment 2021) માં અરજી કરવા માટે, ઉમેદવારો powergridindia.com પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

ફિલ્ડ એન્જિનિયર (PGCIL Recruitment 2021)ના પદ પર ભરતી માટે બહાર પાડવામાં આવેલી વેકેંસી અંતર્ગત આવેદન પ્રક્રિયા 13 ઑગષ્ટ 2021ના રોજ શરુ થઇ ગઇ છે. આમાં (PGCIL Recruitment 2021) અરજી કરવાની અને ફી જમા કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2021 છે. તેથી, શક્ય તેટલી વહેલી તકે આ ખાલી જગ્યા માટે અરજી કરો.

આવેદન કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો. ઉમેદવારોએ નોંધ લે કે છેલ્લી તારીખ પછી કોઈ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ વેકેંસી થકી પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડમાં ((Power grid Corporation of India Limited, PGCIL) નોકરીનો મોકો છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

આવેદન પ્રક્રિયા 

ફીલ્ડ એન્જિનિયર અને ફિલ્ડ સુપરવાઇઝરની (Field Engineer and Field Supervisor) જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો, સૌ પ્રથમ રસ POWERGRID ના powergrid.in પર જવુ પડશે. ત્યારબાદ કરિયર સેક્શન અને ત્યારબાદ નોકરીના અવસર Opportunities અને અખિલ ભારતીય આધાર પર કાર્યકારી પદ પર લોગ ઇન કરવું  ફીલ્ડ એન્જીનિયર અને સુપરવાઇઝર પદ માટે અનુભવી કર્મચારીઓની નિયુક્તિ કરારના આધારે કરવામાં આવશે. અરજી પ્રક્રિયા 27 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

આ પદો પર થશે ભરતી

ફીલ્ડ એન્જીનિયર (ઇલેકટ્રિકલ) -48

ફીલ્ડ એન્જીનિયર (સિવિલ)-17

ફીલ્ડ સુપરવાઇઝર (ઇલેકટ્રિકલ)-50

ફીલ્ડ સુપરવાઇઝર (સિવિલ)-22

ફીલ્ડ એન્જિનિયરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયમાં BE અને B.Tech ડિગ્રી હોવી જોઈએ. આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 27 ઓગસ્ટ, 2021 સુધી 29 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારો પાસે ડિપ્લોમા B.Sc, B.E/ B.Tech, M.Tech/ ME ડિગ્રી હોવી જોઈએ.

સેલરી અને સિલક્શન પ્રોસેસ

સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 30,000 રૂપિયાથી 1,20,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી સ્ક્રિનિંગ ટેસ્ટ, પર્સનલ ઇન્ટરવ્યૂમાં પરફોર્મન્સના આધારે કરવામાં આવશે.

 

આ પણ વાંચોBank Job 2021: આ બેંકમાં નીકળી બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ કરી શકે છે એપ્લાય

આ પણ વાંચોસુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : દીકરીઓને મળ્યો વધુ એક અધિકાર, હવે આપી શકશે NDA ની પરીક્ષા

Published On - 1:36 pm, Thu, 19 August 21

Next Article