Padhe Bharat Campaign: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું વાંચન અભિયાન શરૂ કર્યું. આ વાંચન ઝુંબેશનું ધ્યાન ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પર રહેશે અને તેમનામાં પુસ્તકો વાંચવા માટે ઇચ્છાશક્તિ કેળવવામાં આવશે. આ અભિયાન (Padhe Bharat Campaign) 01 જાન્યુઆરી 2022 થી શરૂ થયું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Education Minister Dharmendra Pradhan) માને છે કે વિદ્યાર્થીઓ તેમના જીવનમાં જેટલા વધુ પુસ્તકો વાંચશે તેટલો દેશ આગળ વધશે. અભિયાનના પ્રથમ 5 પુસ્તકોની યાદી બહાર પાડવામાં આવી છે. ધર્મેન્દ્ર પ્રધાન કહે છે કે, પુસ્તકો વાંચવી એ એક સ્વસ્થ આદત છે અને જ્ઞાનાત્મક, ભાષા અને સામાજિક કૌશલ્યો વિકસાવવાની એક શ્રેષ્ઠ રીત છે.
આ અભિયાન હેઠળ ધર્મેન્દ્ર પ્રધાને તે પાંચ પુસ્તકોના નામ શેર કર્યા છે. સત્તાવાર રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે તેમણે દરેકને પુસ્તકો વાંચવાની ટેવ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
The nationwide #100DaysReadingCampaign starts today i.e. 1st January 2022. An initiative by @EduMinOfIndia , it involves a host of activities to be undertaken over a period of 14 weeks for spreading the joy of reading among students from Balvatika to grade VIII. #PadheBharat pic.twitter.com/aJ8sv7B4SQ
— Ministry of Education (@EduMinOfIndia) January 1, 2022
પઢેગા ભારત અભિયાનનો પ્રથમ તબક્કો 14 અઠવાડિયા સુધી ચાલુ રહેશે, જેમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારના પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવામાં આવશે. માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓ માટેની પ્રવૃત્તિઓનું કેલેન્ડર છે તેમજ આ પ્રવૃત્તિઓનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે, વિદ્યાર્થીઓ ઉપલબ્ધ સંસાધનોની મદદથી ઘરે બેઠા કરી શકે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, શાળા બંધ થવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ પરિવાર અથવા સાથીઓની મદદ લઈ શકે છે.
100 દિવસની ઝુંબેશના ભાગ રૂપે, દર અઠવાડિયે જૂથ દીઠ એક પ્રવૃત્તિ બનાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય વાંચનને આનંદપ્રદ બનાવવા અને વાંચનના આનંદ સાથે જીવનભરનો સંગાથ રચવાનો છે. મંત્રાલયે આ રીડિંગ ડ્રાઇવ પર એક વ્યાપક માર્ગદર્શિકા તેમજ પ્રવૃત્તિઓનું વય-યોગ્ય સાપ્તાહિક કેલેન્ડર તૈયાર કર્યું છે. તમામ માર્ગદર્શિકા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શેર કરવામાં આવી છે. આ વાંચન ઝુંબેશ “મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાતા મિશન” ના લક્ષ્યો અને વિઝન સાથે પણ જોડાયેલું છે.