NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ (DAT 2022) માટેનું એડમિટ કાર્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે અરજી કરી છે અને આ પરીક્ષામાં બેસવા માંગે છે તેઓ અધિકૃત વેબસાઇટ admission.nid.edu પરથી પ્રિલિમ્સ એડમિટ કાર્ડ (NID DAT Admit Card 2022) ડાઉનલોડ કરી શકે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) 2 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રારંભિક પરીક્ષાનું આયોજન કરશે. આ પરીક્ષા બેચલર ઑફ ડિઝાઇન અને માસ્ટર ઑફ ડિઝાઇન કોર્સ માટે લેવામાં આવશે. ઉમેદવારો પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલ નોટિસ જોઈ શકે છે.
સ્ટેપ 1. સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ admissions.nid.edu પર જાઓ.
સ્ટેપ 2. હોમ પેજ પર આપેલ Click here to download the ADMIT CARD for DAT Prelims Exam 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3. અહીં મેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરીને સબમિટ કરો.
સ્ટેપ 4. તમારી સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે.
સ્ટેપ 5. હવે તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) અમદાવાદ, બેંગ્લોર, ગાંધીનગર, વિજયવાડા અને કુરુક્ષેત્રે પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા શરૂ કરી છે. તેમાં લાયકાત ધરાવનારને વિવિધ ડિઝાઇન કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને B.Des બેચલર ઑફ ડિઝાઇન, GDPD એટલે કે ડિઝાઇનમાં ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ અને M.Des એટલે કે માસ્ટર ઑફ ડિઝાઇન અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ બંને પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
બેચલર ઓફ ડિઝાઈન (ચાર વર્ષ B.Des)
માસ્ટર ઓફ ડિઝાઇન (અઢી વર્ષ M.Des)
ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ ઈન ડિઝાઈન (ચાર વર્ષ)
DAT પ્રિલિમ્સમાં, મૂલ્યાંકન જ્ઞાન, વિશ્લેષણ, વિઝ્યુલાઇઝેશન, સમજણ અને સર્જનાત્મકતાના આધારે કરવામાં આવશે. આ પરીક્ષા 3 કલાકની રહેશે. તમામ પ્રશ્નો અંગ્રેજી ભાષામાં હશે. આ પરીક્ષા 100 ગુણના પ્રશ્નોની હશે. મહેરબાની કરીને નોંધ કરો કે, આમાં કોઈ નકારાત્મક માર્કિંગ હશે નહીં. તે જ સમયે, તે પેન અને પેપર આધારિત પરીક્ષા હશે.
આ પણ વાંચો: ઓટોમેશનના જાણકાર છો અને તમારે નોકરીની જરૂર છે ? તો વાંચો આ પોસ્ટ, જાણો નોકરીની તક અને પગાર
આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટમાં કલાર્કની પોસ્ટ પર બમ્પર વેકેન્સી, જુઓ વિગત