NEET 2021 Exam Date : નીટ પરીક્ષા માટે એડમિશન ફી જમા કરાવવાની આજે છેલ્લી તારીખ

|

Oct 19, 2021 | 3:44 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2021 અરજી ફી ભરવાની સમયમર્યાદા વધારી દેવામાં આવી હતી. એનટીએએ વિદ્યાર્થીઓની સતત માંગને ધ્યાનમાં રાખીને અરજી ફી ભરવાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય કર્યો હતો

NEET 2021 Exam Date : નીટ પરીક્ષા માટે એડમિશન ફી જમા કરાવવાની આજે છેલ્લી તારીખ
સાંકેતિક તસ્વીર

Follow us on

આજે એટલે કે 15 મી ઓગસ્ટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2021 માટે અરજી ફી જમા (NEET Application fee) કરવાની છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ હજુ સુધી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓ રાત્રીના 11:50 વાગ્યા સુધી અરજી ફી જમા કરાવી શકે છે. આ સંદર્ભે વધુ માહિતી NEET ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર મેળવી શકાય છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2021 અરજી ફી ભરવાની સમયમર્યાદા વધારી દેવામાં આવી હતી. એનટીએએ વિદ્યાર્થીઓની સતત માંગને ધ્યાનમાં રાખીને અરજી ફી ભરવાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય કર્યો હતો.   જે ઉમેદવારો આપેલ સમયમર્યાદા દરમિયાન NEET પરીક્ષા ફી 2021 અગાઉ ચૂકવી શક્યા ન હતા, તેઓ આજ રાત સુધી અરજી કરી શકે છે.

વિદ્યાર્થી સમુદાયની માંગને ધ્યાનમાં રાખીને, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ માત્ર તે જ ઉમેદવારોને વધુ એક તક આપવાનું નક્કી કર્યું છે જેઓ રાષ્ટ્રીય પરીક્ષા માટે ઓનલાઈન અરજીના સમયગાળા દરમિયાન પરીક્ષા ફી ચૂકવી શક્યા નથી.આ વર્ષે NEET ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

NEET MDS 2021નું શેડ્યૂલ 

મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ NEET MDS 2021 માટે કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ રજીસ્ટ્રેશન 20 ઓગસ્ટ 2021 થી શરૂ થશે. જે ઉમેદવારો એડમિશન રાઉન્ડ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ MCCની ઓફિશિયલ સાઈટ mcc.nic.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાના પગલાં આપવામાં આવ્યા છે.શેડ્યૂલ મુજબ, NEET રાઉન્ડ 1 નોંધણી પ્રક્રિયા 24 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સમાપ્ત થશે.  રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ચોઇસ ફિલિંગ અથવા લોકિંગ 21 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2021 સુધી કરવામાં આવશે.સીટ ફાળવણી પ્રક્રિયા 25 ઓગસ્ટથી 26 ઓગસ્ટ 2021 સુધી કરવામાં આવશે અને પરિણામ 27 ઓગસ્ટ, 2021 ના ​​રોજ ઉપલબ્ધ થશે.
ઉમેદવારો 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2021 સુધી કોલેજમાં રિપોર્ટ કરી શકે છે.

NEETમાં OBC આરક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ મેડિકલ કોલેજોમાં પ્રવેશ
માટે અનામતને મંજૂરી આપી છે.હવે અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટની તમામ મેડિકલ અને ડેન્ટલ કૉલેજમાં અખિલ ભારતીય કોટા યોજના અંતર્ગત ઓબીસી વર્ગના 27% અને ઇડબ્લ્યૂએસ વર્ગના 10ટકા વિદ્યાર્થીઓને આરક્ષણ મળશે.

Published On - 1:29 pm, Sun, 15 August 21

Next Article